જનરલ બોર્ડ કોઇના બાપનું નથી!

જનરલ બોર્ડ કોઇના બાપનું નથી!
જનરલ બોર્ડ કોઇના બાપનું નથી!

અરવિંદભાઇ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાયની નિમણૂંક

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે સવારે 11 વાગ્યે સ્વ. રમેશભાઈ છાયા સભાગૃહમાં યોજાયું હતું. આ જનરલ બોર્ડમાં ભાજપનાં 14 અને કોંગ્રેસનાં 4 કોર્પોરેટરોએ કુલ 40 પ્રશ્ર્નો મુક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાનાં જનરલ બોડમાં દરવખતની જેમ આ વખતે પણ શાસક અને વિપક્ષ આમને સામને આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠીયાએ મોબાઈલ ટાવરનો કેટલો વેરો બાકી છે?

પ્રશ્ર્ન પૂછતાં આ મુદ્દે મ્યુ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, 699 જેટલા મોબાઈલ ટાવર છે. જેની લેણા વસુલાતની રકમ રૂ. 158 કરોડ થાય છે. 4.5 કરોડ રકમ મળેલ છે. હાલ આ બાબતે કોર્ટ કેસ ચાલે છે. કોર્ટમાં નિર્ણય બાદ મનપા દ્વારા નિર્ણય લેવામાં આવશે.

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રોગચાળા પર પ્રશ્ન કરતા કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરીયા, ટાઈફોઈડ, મરડો, કોલેરા, તાવ, ઝાડા-ઉલ્ટી, સહિતનાં કેસોમાં વધારો થયો છે.

શહેરીજનોનાં આરોગ્યનાં હિતમાં મનપા તંત્ર લેવાતા પગલા અંગે ચર્ચા કરવા અને સાચી માહિતી આપવા વિનંતી કરીએ છીએ.કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠીયાએ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને ભાજપનાં કોર્પોરેટર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમારો માંડ-માંડ વારો આવ્યો છે.

તમે શાંતિથી બેસો અને એક વાત સમજી લ્યો. જનરલ બોર્ડ કોઇના બાપનું નથી!. પ્રજાએ ચૂંટેલા બધાને બોલવાનો અધિકાર છે. તેવું જણાવતા ભાજપનાં કોર્પોરેટર જયમીન ઠાકર તથા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે આ શબ્દને બિનસંસદીય ગણાવી પાછા ખેચવાની માંગ કરી હતી. રાજકોટ મેયર પ્રદિપ ડવે કહયું હતું કે, હવે પછી કોઇ બિન સંસદીય ભાષા પ્રયોગ કરશે તો સસ્પેન્ડ કરાશે.

કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠીયાએ ભાજપનાં આંતરિક જુથવાદ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાજકોટ ભાજપમાં બે ભાગ છે. હવે પાટીલ રાજકોટ આવી ત્રીજા ભાગ કરવા આવી રહ્યા છે.

મનપા દ્વારા વોર્ડ નં.9માં વોર્ડ ઓફિસ સામે નવનિર્મિત કોમ્યુનીટી હોલનું ‘અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનીટી હોલ’ નામ કરવા અંગે સંજયસિંહ રાણા તરફથી લીલીબેન જાદવના ટેકાથી આવેલ દરખાસ્ત લક્ષમાં લેતા મનપા દ્વારા વોર્ડ નં.9માં વોર્ડ ઓફિસ સામે નવનિર્મિત કોમ્યુનીટીની હોલનું

Read About Weather here

અભયભાઇ ભારદ્વાજ નામ કરવા આ કમિટી સામાન્ય સભાને ભલામણ કરેલ. આજની સામાન્ય સભામાં અરજન્ટ બિઝનેશ રજૂ કરેલ અને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here