રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ચણાથી ઉભરાયું (5)

RAJKOT-BEDI-MARKET-YARD
RAJKOT-BEDI-MARKET-YARD

બેડી માર્કેટિંગ યાર્ડમાં ચણાની બમ્પર આવક

Subscribe Saurashtra Kranti here.

બેડી યાર્ડમાં સવા 3 લાખ ગુણીની આવક, ભાવ 890થી 910 સુધીના બોલાયો

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે. હાલ રાજકોટ બેદી માર્કેટિંગ યાર્ડમાં સવા 3 લાખ મણ ચણાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. મબલખ ચણાનો પાક થતા ચણાની આવકથી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ઉભરાયું હતું.સૌરાષ્ટ્ર ભર ના ખેડૂતો વેચાણ માટે ઉમટી પડતા યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ચણા જ નજર આવી રહ્યા છે. ત્યારે હરરાજીમાં ચણાના ભાવ 890થી 910 સુધીના બોલાયા હતા.

Read About Weather here

રાજકોટ બેદી માર્કેટિંગ યાર્ડમાં ચણાની બમ્પર આવક અંગે સૌરાષ્ટ્ર વેપારી એસો.ના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે, સારા વરસાદના કારણે ચણાના વાવેતર વધારે હોય તેની સામે ઉત્પાદન વધારે થયું.સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજકોટ બેદી માર્કેટિંગ યાર્ડ પર જે વિશ્વાસ છે તે વિશ્વાસને કાયમી જાળવી રાખવા યાર્ડના સત્તાધીશો તેમજ કર્મચારીઓ દિવસ-રાત એક કરી મહેનત કરી રહ્યા છે. ગત વર્ષે સરકારે 125 મણ ખરીદી કરી હતી. જ્યારે આ વર્ષે સરકારે 50 મણ ખરીદી કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આથી ખેડૂતોને અગવડ પડી રહી છે. મોંઘવારીને ધ્યાને રાખી સરકારે ખેડૂતો પાસેથી 200 મણ ખરીદી કરવી જોઇએ. ખેડૂતોને ખેતી ખર્ચ વધે છે તેની સામે ભાવ વધતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here