સ્ટેન્ડીંગ કમિટિને સુપ્રત કરતા ઉદિત અગ્રવાલ: ગત વર્ષના બજેટમાં 588 કરોડની ખાધ

RAJKOT-MNP-BUDJET
RAJKOT-MNP-BUDJET

મનપાનું વર્ષ 2021-22નું કરબોજ વગરનું 2275 કરોડનું બજેટ

Subscribe Saurashtra Kranti here.

નવા સ્પોર્ટસ સંકુલ, ટી.પી. સ્કીમ ડેવલપમેન્ટ, અમીન માર્ગ, કાલાવડ રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગના રસ્તાઓ પહોળા કરાશે : નવા પમ્પીંગ સ્ટેશન, ઝુમા નવા પ્રાણીઓ, મેટ્રો રેલમાં અભ્યાસ માટે 10 લાખ

ડિજિટલ વેરો ભરનાર રિબેટ અપાશે

વાહન વેરાનો લક્ષ્યાંક ગત વર્ષે 19 કરોડનો હતો. જે 1123 કરોડની જ વસુલાત કરવામાં આવી હતી. વેરાની ચુકવણી ડિજિટલ કરનારને ઓછામાં ઓછું 50 અને વધુમાં વધુ 250 રૂપિયાનું રિબેટ આપવામાં આવશે. ગત વર્ષ કરતા રિવાઇઝડ બજેટ 1154 કરોડ હતું જે વધારીને 1500 કરોડ કરવામાં આવ્યું છે.
શહેરને 100 ઇલેક્ટ્રિક બસ મળશે

રાજકોટના નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મનપા દ્વારા 100 ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે. શહેરમાં વર્ટીકલ ગાર્ડન અને સર્કલ રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. વૃક્ષોનું જિયોનું ટેગિંગ કરવામાં આવશે. આજી ડેમ પાસે 150 એમએલડીનો નવો સંપ બનાવવામાં આવશે. શહેરમાં 22 જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે. નાકરાવાડી ખાતે 4 વોલ્ટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. નવા વિસ્તારમાં 2 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. એક પીપીપી ધોરણે ફાયર સ્ટેશન બનશે.

રૂડાનું 246 કરોડનું બજેટ શુક્રવારે રજુ થશે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આગામી શુક્વારના રોજ 163મી બોર્ડ બેઠકનું ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવશે. આ બોર્ડ બેઠકમાં રેકર્ડ બ્રેક સમયમાં તૈયાર થયેલી ટી.પી.સ્કીમો નં.-38/2 (મનહરપુર-રોણકી) તથા નં.-41 (માલીયાસણ-સોખડા)માં કુલ-2 સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાના અધિનિયમ-1976ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજૂઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-1976ની કલમ-48 (1) હેઠળ રાજ્ય સરકારને મંજૂરી અર્થે સાદર કરવા, એઇમ્સ હોસ્પિટલને જોડતા 30 મીટર ડી.પી.રસ્તાનુ બ્રિજ સાથેનું 4 માર્ગીય રસ્તાનું ડામર કામ તથા નાણાંકીય વર્ષ 2021-22ના અંદાજપત્રને બહાલી આપવા રજૂ થશે. આ અંદાજપત્ર અંદાજે રૂા. 246 કરોડનું રજુ થવાની સંભાવના છે. જેમાં રિંગરોડ ફેઝ-3, ફેઝ-4, 24 ગામોની પાણી પુરવઠા યોજના, એઇમ્સ પહોંચવાના રસ્તાઓ તેમજ ઙખઅઢના મકાનો માટે આયોજન કરવામાં આવ્યું છે

રાજકોટ મહાનગરપાલિકાનું સને 2020-2021નું રીવાઈઝ અંદાજપત્ર તથા સને 2021-22 નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલને મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે અર્પણ કરી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યું હતું. મેયર પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, તથા શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો મનીષભાઈ રાડીયા,બાબુભાઈ ઉધરેજા,ચેતનભાઈ સુરેજા, નીતિનભાઈ રામાણી, અલ્પેશભાઈ મોરજરીયા, નેહલભાઈ શુક્લ,,નયનાબેન પેઢડીયા, દુર્ગાબા જાડેજા, ભારતીબેન પરસાણા, ભારતીબેન પાડલીયા, તેમજ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મનપાનું વર્ષ 2021-22નું કરબોજ વગરનું 2275 કરોડનું બજેટ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે આજે સવારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યુ હતુ. 2020-21માં કોરોના કાળવાળા વર્ષને કારણે ગત વર્ષના બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઈ શકયા નહિં તેના કારણે બજેટમાં 600 કરોડની ખાધ આવી છે . નવા ભેળવાયેલ મુંજકા, ઘંટેશ્વર, મોટા મૌવા, માધાપર સહિતનાં પાંચ ગામમાં રસ્તા, ડ્રેનેજ, પાણી સહિતની સુવિધા માટે 72 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મ્યુ. કમિશ્નર શ્રી અગ્રવાલે બજેટની વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે ત્યારે મ.ન.પા. આ પડકારને પહોંચી વળશે તેવી આશાસાથે વર્ષ 2021-22નું આ બજેટ રજુ કર્યું છે.

Read About Weather here

બજેટમાં નવી ટી.પી. સ્કીમોનું ડેવલપમેન્ટ, માપણી તેમજ કાલાવડ રોડ, (ગૌરવ પથ), અમીન માર્ગ અને ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રોડ વગેરે રસ્તાઓ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ પહોંળા કરવા.
ઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝુમાં નવા પ્રાણીઓ તેમજ શહેરમાં મેટ્રોરેલની શકયતાના અભ્યાસ માટે રૂ. 10 લાખની જોગવાઇ વગેરે બાબતોનો સમાવેશ કર્યો છે ત્યારે આશા છે કે સ્ટેન્ડીંગ કમિટિ આ બજેટ મંજુર કરશે તેવી આશા છે. આ વર્ષે વેરા વસુલાતનો ટાર્ગેટ 340 કરોડ જેટલો રખાયો છે જે ગત વર્ષ કરતા 1ાા ગણો છે તે અત્રે નોંધનિય છે.2020-21માં કોરોનાકાળને કારણે બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઇ શક્યા નહીં હોવાથી 600 કરોડની ખાધ આવી છે. આ વર્ષે બજેટમાં પાણીવેરામાં કોઇ રાહત આપવામાં આવી નથી.

તેમજ નવા વિસ્તારોમાં મિલકત વેરો વધારવામાં આવ્યો છે. આ વર્ષના બજેટમાં શહેરમાં વર્ટીકલ ગાર્ડન બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં નવા ભળેલા 5 ગામોમાં 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રિવાઇઝડ બજેટ 2100 કરોડમાંથી 1500 કરોડનું કરવામાં આવ્યું છે. નવા ભળેલા પાંચ ગામો માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષનો 260 કરોડનો મિલકત વેરાના લક્ષ્યાંકને વધારીને નવા વિસ્તાર માટે 340 કરોડનો લક્ષ્ય કરવામાં આવ્યો છે. નવા ભળેલા ગામો જેમાં મોટામવા, મુંજકા, માધાપર, મનહરપરા, ઘંટેશ્ર્વરના વિસ્તારોમાં વેરાની આકારણી શરૂ થઈ છે. ફાયર બ્રિગેડ, ડ્રેનેજ, ક્ધઝરવન્સી ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પાણી વેરો યથાવત રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here