રાજકોટ પોલીસનાં ટ્રાફિક કાયદાનાં અમલનાં જુદા-જુદા કાટલાં!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો ધ્રુજારો
ટ્રાફિકનાં નામે ઉધરાણા કરતા મહિલા કોન્સ્ટેબલ પાસેથી કારણ જાણવા માંગનાર આર્મી જવાન સામે ફરજમાં રૂકાવટનો એકતરફી ગુનો નોંધાયો, બીજીતરફ ભદ્ર મહિલાઓ સાથે સરા જાહેર ગેરવર્તન કરનાર કોન્સ્ટેબલ સામે કોઈ કાર્યવાહી નહીં!
મહિલાઓનાં માન-સન્માનની ભાજપ સરકારની વાતો સુફિયાણી ગણાવતા મહિલા નેતા: મહિલા કોંગ્રેસ આગેવાનનો સ્પષ્ટ આક્ષેપ, ભાજપ સરકાર બહેન-દીકરીઓની સલામતી અને સન્માન જાળવવામાં બિલકુલ નિષ્ફળ

ગુજરાત પ્રદેશમહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ રાજકોટ પોલીસની કામગીરી સામે અને અન્યાયી વલણો અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે અને સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે એક જ દિવસની બે ઘટનામાં રાજકોટ પોલીસે અલગ-અલગમાપદંડો બતાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે રાજકોટ પોલીસ કાયદાનાંઅમલનાં અલગ-અલગ કાટલાં ધરાવતી હોય એવું દેખાઈ રહ્યું છે. તેમણે એમના આક્ષેપનાં ટેકામાં રાજકોટનાં બે કિસ્સાની વિગતો જાહેર કરી છે અને પોલીસની કામગીરીને આમ જનતા માટે અન્યાયી ગણાવી છે.

ગાયત્રીબા વાઘેલાએ એક નિવેદનમાં ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણની મોટી-મોટી વાતો થાય છે પણ વાસ્તવમાં રાજ્યમાં દરરોજ ક્યાંકને ક્યાંક મહિલાઓ પર અત્યાચાર,

લૂંટ, બળાત્કાર, ચીલઝડપ, ઘરેલુંહિંસા કે ભાજપનાં જ આગેવાનો દ્વારા લાત મારવા જેવી ઘટનાઓ બનતી રહે છે. મહિલાઓને સરકારી તંત્ર દ્વારા અપમાન અને માન સન્માનને ઠેસ પહોંચાડવાની ઘટનાઓ બને છે

તે છતાં ભાજપ સરકારનાં મંત્રીઓથી લઈને અધિકારીઓ સુફિયાણી વાતો કરે છે છતાં આ સરકાર બહેન દીકરીઓની સુરક્ષા અને માન સન્માન જાળવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.

ગાયત્રીબા એ નિવેદનમાં રાજકોટની ઘટનાઓનો ઉલંઘન કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજકોટમાં ટ્રાફિક દંડનાં નામે એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં ટ્રાફિક બ્રાંચની એક મહિલા જમાદાર ઉઘરાણા કરી રહી હતી

એ જોઈને આર્મીનાં જવાને એ બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે આ જવાન સામે એકતરફી રીતે તુરંત કાર્યવાહી કરી ભારે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે બીજી એક ઘટના બની હતી.

કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા કોન્સ્ટેબલ પાસે એક મહિલાએ નાગરિકોનાં અધિકાર મુજબ આઈકાર્ડ માંગ્યું હતું ત્યારે ભદ્ર સમાજની મહિલાઓ સાથે પોલીસ મહિલાએ અભદ્ર વર્તન કરી મહિલાઓને રીતસર રોવડાવી હતી અને રીતસર તમાશો કર્યો હતો.

લોકોના ટોળા ભેગા થયા ત્યારે ફરજ પરની પોલીસે લોકો પર બળ પ્રયોગનો પ્રયાસ પણ કર્યો હતો. મહિલા નેતાએ નિવેદનમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે ટ્રાફિકનાં નામે દંડનાં ઉઘરાણા કરી જનતાને હેરાન કરતા એક પોલીસ કર્મીનાં ખૂદનાં વાહનમાં નંબર પ્લેટ ન હતી.

આ કોન્સ્ટેબલ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવ્યું. ઉલટું ડીસીપી ઝોન-1 તો ઉલટાના પોલીસનાં બચાવમાં ઉતરી આવ્યા છે અને કાર્યવાહી કરવાનો માત્ર ભરોસો જ આપ્યો છે.

નિવેદનમાં મહિલા નેતાએ ઉમેર્યું હતું કે રાજકોટમાં અનેક જગ્યાએ રસ્તા અને પુલનાં કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા હોવાથી કયો રસ્તો ક્યારે બંધ થાય છે, ક્યારે ચાલુ કરાય છે અને કયો રસ્તો ક્યારે વન-વે જાહેર કરી દેવાય છે.

તેના કોઈ નીતિનિયમો જ દેખાતા નથી. વન-વે જાહેર થયેલા રસ્તા પર કોઈ સાઈન બોર્ડ પર મુકવામાં આવતા નથી. આથી બહારગામથી આવતા ચાલકો રસ્તો ભૂલી જાય છે.

Read About Weather here

પરંતુ તંત્ર આવા કારણો આગળ ધરી પોલીસનો બચાવ કરે અને નિયમ મુજબ કાર્યવાહી ન કરે એ તદ્દન ગેરવ્યાજબી છે. મહિલાઓને રડાવનાર સામે કોઈ કાર્યવાહી નહીં અને આર્મી જવાન સામે ભારે કલમો લગાડાય આ કેવો ન્યાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here