રાજકોટ જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગના પીઓ ઓફિસરની વાણીવર્તન સામે ફરીયાદનો ગંજ

રાજકોટ જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગના પીઓ ઓફિસરની વાણીવર્તન સામે ફરીયાદનો ગંજ
રાજકોટ જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગના પીઓ ઓફિસરની વાણીવર્તન સામે ફરીયાદનો ગંજ

અકેલે હમ હી શામીલ નહીં ઇસ જુર્મમે , નજરેં જબ ભી મીલી થી મુસ્કુરાયે તો તુમ ભી થે…
ઉપરી અધિકારીઓના દબાણથી હાલ તુરંત ઢાંકપીછોડો કરાયો પણ ઉંડી તપાસ બાદ અનેક રહસ્યો બહાર આવશે
એવું તે શું બન્યું કે જીલ્લા પંચાયતના કચેરી અધિક્ષક એમ્બ્યુલન્સમાં જિલ્લા પંચાયત ખાતે રજા લેવા આવ્યા?
આઇસીડીએસ વિભાગમાં કામ કરતા મહિલા કર્મચારીએ રાજીનામું આપ્યું પણ ઉપરી અધિકારીઓ દ્વારા કોઇ કારણોસર રાજીનામું સ્વીકારવાને બદલે ફાડી નાખવામાં આવ્યું?

રાજકોટ જિલ્લા પંચાયતના અનેક વિભાગોમાં ઘણીવાર નાની મોટી ફરીયાદો ઉઠતી હોય છે. પણ તાજેતરમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેને લીધે જીલ્લા પંચાયત ગુંજી ઉઠ્યું છે અને કર્મચારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે. આ ઘટના બનતા જીલ્લા પંચાયતમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘટના વિસ્તુત વિગત જોઇએ તો રાજકોટ જિલ્લા પંચાયતમાં આવેલ આઇસીડીએસ વિભાગમાં પ્રોગામર ઓફિસર તરીકે ફરજ બજાવનાર કર્મચારીના વાણીવર્તન સામે ફરીયાદોના ઢગલા થયા છે.

ગઇકાલે આ અધિકારીને તેના જ વિભાગના એક મહીલા કર્મચારીએ પોતાનું રડી રડીને રાજીનામું ધરી દીધુ હતું અને આ ઘટનાને તમામ કર્મચારીઓ જોતા જ રહી ગયા હતા. રાજીનામું આપવા પાછળનું કારણ આ મહીલા અધિકારીનો બેફામ વાણી વિલાસ કે વર્તન હોઇ શકે કે અન્ય બિજુ કોઇ કરાણ જવાબદાર હશે

તે જે તે રાજીનામું આપનાર મહીલા કર્મચારી જ કહી શકે. નવાઇની વાત તો એ છે કે મહિલા કર્મચારી રડીને રાજીનામું આપતી હતી સૌ કોઇ જોતા હતા પણ રાજીનામું આપ્યાની અમુક જ કલાકોમાં એવુ શુ બન્યું કે તે વિભાગ દ્વારા રાજીનામું ફાડી નાખવામાં આવ્યું અને આવ્યુ કાંઇ બન્યું જ નથીનું કથન કરવામાં આવ્યું .

આ અંગે આઇસીડીએસ વિભાગના પ્રોગામર ઓફિસરને પુછતા તેને એવો જવાબ આપ્યો કે આવુ કંઇ બન્યું જ નથી! આ મહીલા કર્મચારીએ સમજાવટથી કે બીજાના દબાણથી રાજીનામું પાછુ ખેચ્યુ તે વાત ચર્ચાના ચકડોળે ચડી છે.

જાણકાર સુત્રોમાં એવુ ચર્ચાઇ રહ્યું છે કે આ મહીલા કર્મચારીને કામના સમય દરમ્યાન સતત માનસિક ત્રાસ મળતો હોવાથી રાજીનામું આપી દીધુ હતું આ બાબતે રાજીનામું આપનાર કર્મચારીને તે અંગેનુ કારણ પુછતા તેને સ્પષ્ટ પણે ઇન્કાર કરી દીધો હતો કે તે આ બાબતે કઇ જાણતા જ નથી.

પણ આખુ જીલ્લા પંચાયત જાણે છે કે મહીલા કર્મચારીએ રડીને રાજીનામું ધર્યુ હતું પણ આઇસીડીએસના પીઓ ઓફિસર આ બાબત સ્વીકારવા પણ તૈયાર નથી. હજુ આગામી દિવસોમાં આ ઘટનાને લઇને અવનવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ છે.

અને ઉપરી અધિકારીઓના દબાણને લીધે કર્મચારીઓ ખુલ્લા મનથી વાત પણ કરી ન શકતા હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.આ ઉપરાંત બીજી ઘટનાએ એવી છે કે સૌ કોઇ અંચબીત થઇ જાય. આઇસીડીએસ વિભાગના આજ મહિલા અધિકારીએ દવાખાનામાં સારવાર લઇ રહેલા

અને ખાટલામાં પડેલા તેમજ હલન ચલન ન કરી શકે તેવી પરીસ્થિતમાં રહેલ કચેરી અધિક્ષકને મેડીકલ લીવ લેવા માટે જીલ્લા પંચાયત ખાતે રૂબરૂ બોલાવાયા હતા. આવી પરિસ્થતીમાં હોય ત્યારે માનવતાનો ધર્મ નિભાવવાને બદલે આ ઓફીસરે ફોન ઉપર લીવ ન આપીને રૂબરૂ મળવા બોલાવ્યા હતા

પણ આ મુદે કચેરી અધીક્ષકને એવો પાઠ ભણાવવવામાં આવ્યો કે તેને લોકો સમક્ષ એમ કહ્યું કે મને અહી બોલાવવામાં આવ્યો ન હતો હું નિયમ મુજબ અહી આવ્યો છું. પણ એ વાત તો દિવા જેવી છે જ કે કોઇ હોસ્પિટલમાં પથારીવશ હોય અને મેડીકલ લીવ લેવી હોય

તો એમ્બ્યુલન્સમાં બેસીને સ્થળ પર જઇને અધિકારી પાસે લીવ ન માંગે. પણ ખેર એ વાત જવા દઇએ, પણ આ જ જીલ્લા અધીક્ષકે આ જ વાત ડીડીઓ સુધી પહોંચાડવા હીંમત કરી હતી પણ મહીલા ઓફીસરની ધાકથી પોતે પાણીમાં બેસી ગયા હોવાની પણ વાત વહેતી થઇ છે.

અને જી.પંચાયતના કચેરી અધીક્ષક પણ જાતે આ વાત સ્વીકારવા તૈયાર નથી કે પોતે આવ્યા ન હતા તેને બોલાવવામાં આવ્યા હતા. જી.પંચાયતના કચેરી અધીક્ષક જ્યારે આવ્યા ત્યારે તેની પરિસ્થતી જોઇને અનેક કર્મચારીઓની આંખ ભીની થઇ ગઇ હતી

પણ શું થાય મેડમસરનો આદેશ તો માનવો જ પડે અને મેડમસર સ્વીકારવા તૈયાર નથી કે હા બોલાવવામાં આવ્યા છે. મેડમસરના દબાણથી વાત ડીડીઓ સુધી પહોંચવાને બદલે મનમાં જ ભરાઇ ગઇ. મેડમસરની વાણીવીલાસની તેમજ આવા વર્તનની અનેક ફરીયાદો ઉઠી છે

પણ ઉપરી અધીકારીઓ દ્વારા તેને છાવરવાનો પ્રયાસ કરાતો હોય તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ જ વિભાગના કર્મચારીઓ પણ અવારનવાર આક્ષેપો કરતા હોય છે કે મેડમનું વર્તન બરોબર નથી

Read About Weather here

ઉપરાંત અનેક વખત ડરાવવા તેમજ ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મેડમસરની આવી ઘટનાઓ ધીમે ધીમે બહાર આવવા છતા તંત્ર દ્વારા શું કડક પગલા લેવાશે કે પછી છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે ચર્ચાએ જોર પકડ્યું છે. (4)-

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here