રાજકોટમાં આઠ હોસ્પિટલની બિલ્ડીંગ સીલ

રાજકોટમાં આઠ હોસ્પિટલની બિલ્ડીંગ સીલ
રાજકોટમાં આઠ હોસ્પિટલની બિલ્ડીંગ સીલ

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનો સપાટો
બિલ્ડીંગ યુઝ પરમીશન મેળવેલ ન હતી, બે મહિના પહેલા નોટીસ પાઠવાઈ હતી

મહાનગરપાલિકાની ટાઉનપ્લાનીંગ શાખા દ્વારા ભોગવટા પરવાનગી વગરના આઠ બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે.મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં હેતુફેર માર્જીન કે પાર્કિંગમાં વયોલેશન, સૂચિતમાં બાંધકામ અથવા ગેરકાયદેસર બાંધકામ હોવાને કારણે બિલ્ડીંગ યુઝ પરમીશન મેળવેલ

Visit Saurashtra Kranti Homepage here

ન હોય તેવા બિલ્ડીંગ આસામીઓને 2 મહિના પહેલા ભોગવતા પરવાનગીની વિગત રજુ કરવા નોટીસ પાઠવવામાં આવી હતી. જે આસામીઓ નોટીસની વિગતો રજુ કરવામાં નિષ્ફળ ગયેલ હોય તેવા કિસ્સામાં પગલા લેવાના ભાગરૂપે આજે આઠ બિલ્ડીંગ સીલ કરવામાં આવેલ.

ઓમનગર બસ સ્ટોપ સામે, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ, માવડી ચોકડી, 150 ફૂટ રીંગ રોડ પર શ્રદ્ધા ક્લિનિક અને ડેન્ટલ કેર, પટેલ નગર સોસા., 40 ફૂટ રોડ, માવડી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ પર લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ,

કુવાડવા રોડ, 80 ફૂટ રોડ પર મોર્ડન હોસ્પિટલ, સંતકબીર રોડ પર ઈશા હોસ્પિટલ, ગાયત્રીનગર મે.રોડ પર સામે હોસ્પિટલ, 25 ન્યુ.જાગનાથ મેઈન રોડ પર યુનિક હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર

Read About Weather here

અને શિવમ જૈમીન સ્કવેર, ડો.અમીત ગાંધી હોસ્પિટલ સામે, વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી મેડકેર એન ક્યોર હોસ્પિટલની બિલ્ડીંગ સીલ કરાઈ હોવાનું ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જણાવાયું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here