રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ: બે તાલુકા સમિતિના પ્રમુખના રાજીનામાં

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ: બે તાલુકા સમિતિના પ્રમુખના રાજીનામાં
રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ: બે તાલુકા સમિતિના પ્રમુખના રાજીનામાં
વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે માંડ 6 મહિના જેવો સમય બાકી રહ્યો છે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને ઉભા ફાડિયા પડ્યા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ બંનેએ આજે હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા છે. આ રીતે જિલ્લા કોંગ્રેસમાં પણ રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મોટું ભંગાણ પડ્યું છે અને કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. હજુ રાજીનામાં પડશે એવી શક્યતા માહિતગાર સુત્રોએ વ્યક્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે અચાનક રાજકોટ જિલ્લા કોંગ્રેસને હચમચાવી દેતી ઘટના બની છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ એમના રાજીનામાં આપી દીધા છે અને રાજીનામાંના પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યા છે. આગામી દિવસોમાં હજુ રાજીનામાં પડી શકે છે. રાજીનામાં આપતા બંને આગેવાનો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાંચરીયાના સંપર્કમાં હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકા અને લોધિકા તાલુકાના સંખ્યાબંધ હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કેટલાક હોદ્દેદારો લાંબા સમયથી કોંગ્રેસની નીતિરીતી અને કામકાજથી નારાજ ગયા હોવાનું મનાઈ છે. એવામાં બે મહત્વનાં તાલુકાના મુખ્ય આગેવાનોએ જ કોંગ્રેસ છોડી દેતા કોંગ્રેસને જબરો ફટકો પડ્યો છે અને રાજકોટથી ગાંધીનગર સુધી કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી ગયો છે. આજે સોમવારે સવારે 10:30 કલાકે મયુરસિંહ જાડેજા અને સંજય ખૂંટે એમના રાજીનામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યા હતા. એવું કહેવાય છે અને સંભળાઈ છે કે, તાલુકાના પંચાયતનાં અમુક સભ્યો અને જિલ્લા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો પણ આવનારા દિવસોમાં કોંગ્રેસને રામરામ કરે એવી પ્રબળ શક્યતા ચર્ચાઈ રહી છે.

Read About Weather here

ભાજપના આંતરિક સુત્રોએ એવો દાવો કર્યો છે કે, સંજય ખુંટ અને મયુરસિંહની જેમ અન્ય ઘણા કોંગ્રેસી મિત્રો જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાના સંપર્કમાં છે ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here