રાજકોટ: કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે…

રાજકોટ: કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે...
રાજકોટ: કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે...

‘અનામી પારણું’ ખુલ્લા મુકતા રાજકોટ કલેકટર

સમાજમાં અવારનવાર નવજાત બાળકોને અવાવરૂ જગ્યાએ તરછોડી દેવાયેલા જોવા મળે છે.

આવુ ન બને અને ત્યજાયેલા બાળકની સુરક્ષા અને સલામતી જળવાય તે અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તૈયાર કરાયેલ અનામી પારણુંને રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

કોઇ વ્યકતિ/સ્ત્રી કે પરિવાર પોતાને ત્યાં જન્મેલ બાળકને કોઇ પણ કારણોસર રાખવા ન ઈચ્છતા હોય ત્યારે તેને અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાંખરા કે કચરા પેટીમાં મુકી દેવામાં આવે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આવા નવજાત બાળકની સુરક્ષા અને સલામતી જોખમાય છે. આવું ન બને અને નવજાત શીશુના સ્વાસ્થ્યની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે માનવીય સંવેદનાત્મક અભિગમ દાખવી સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અભિનવ કાર્ય હાથ ધરાયું છે. જે માટે રાજકોટ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે વિશેષ અનામી પારણું કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ અનામી પારણા માં બાળકને મુકી બેલની સ્વિચ દબાવતા હોસ્પીટલ સ્થીત સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમને જાણ કરવામાં આવશે. ત્યાર બાદ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમ દ્વારા બાળકલ્યાણ સમીતીની અનુમતી મેળવી તેને કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાને સુપ્રત કરવામાં આવશે.

આવા બાળકને દત્તક લેવા ઇચ્છુક પરિવારને જરૂરી કાયદાકીય કાર્યવાહિ કરી સોંપવામાં આવશે. આમ ત્યજાયેલા શિશુની સારસંભાળ સાથે તેના વિકાસ અને શ્રેષ્ઠ ઉછેરની તકો ઉપલબ્ધ બનશે. આ તકે કલેકટર અરુણ મહેશ બાબુએ વિભાગના અધિકારી પાસેથી આ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો મેળવી હતી તથા કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ સારવાર અને માળખાકીય સુવિધાઓ બાબતે બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

Read About Weather here

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.એન.ગોસ્વામી, જિલ્લા મહિલા અને બાળકલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના મિત્સુબેન જે. વ્યાસ, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પંકજ બુચ, ડો. મુકેશ પટેલ, કાઠીયાવાડ બાલાશ્રમના અગ્રણી હરેશભાઇ વોરા, જિલ્લા બાળ કલ્યાણ સમીતીના સભ્ય અરૂણભાઇ નિર્મળ સહિત જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એેકમના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here