ખોડલધામમાં ભરતસિંહ સોલંકી અને નરેશ પટેલની સુચક બેઠક

ખોડલધામમાં ભરતસિંહ સોલંકી અને નરેશ પટેલની સુચક બેઠક
ખોડલધામમાં ભરતસિંહ સોલંકી અને નરેશ પટેલની સુચક બેઠક

નરેશ પટેલને પદ્મશ્રી આપવાની જરૂર હતી: ભરતસિંહ

વિધાનસભાની ચૂંટણીનાં ભણકારા સમયે અવનવા રાજકીય સમીકરણ: બંને મહાનુભાવો વચ્ચે બંધબારણે બેઠક થતા જાતજાતનાં તર્ક-વિતર્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યનાં રાજકારણનાં આકાશમાં અવનવા રંગોનાં વાદળો ઉમટી રહ્યા દેખાઈ છે અને એકાએક રાજકીય મેદાન ગરમાગરમ પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠ્યું છે.

આજે રાજકીય રીતે ખૂબ જ મહત્વનાં સંકેત આપતી એક ઘટનામાં ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજનાં લોકપ્રિય આગેવાન નરેશ પટેલ અને કોંગ્રેસનાં વરિષ્ઠ અગ્રણી ભરતસિંહ સોલંકી વચ્ચે બેઠક યોજાઈ હતી.

ભરતસિંહ સોલંકીએ આજે અચાનક ખોડલધામની મુલાકાત લીધી હતી. દર્શન કર્યા બાદ ભરતસિંહે નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી. જે ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો છે. કોંગ્રેસે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે. સૌ સમાજને કોંગ્રેસે પ્રતિનિધિત્વ આપ્યું જ છે. હું અહી આવ્યો ત્યારે મને ખબર પડી કે નરેશભાઈ ખોડલધામમાં છે. એટલે મેં ઔપચારિક મુલાકાત કરી છે.

ભરતસિંહે એવી પણ સૂચક વાત કરી હતી કે કંચનાબેનને બદલે નરેશ પટેલને પદ્મશ્રી આપવાની જરૂર હતી. મેં ખોડલધામમાં દર્શન કર્યા અને ગુજરાતની જનતાનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. ઘણા વર્ષોથી રાજ્યની જનતા પીડાઈ રહી છે. ખોડલધામમાં દર્શન કરીને મેં ધન્યતા અનુભવી છે.

હમણાં ગઈકાલે જ પ્રદેશ કોંગ્રેસનાં માળખામાં ઉપલા લેવલે મહત્વનાં ફેરફારો કરવામાં આવ્યા છે. તેના બીજા જ દિવસે યોજાયેલી અ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં જાતજાતનાં તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. રાજકીય રીતે નવા ગઠબંધન સર્જાય અને પક્ષીય વફાદારીનાં વાઘા પણ બદલાઈ જાય એવી સંભાવના પણ ચારેતરફ ચર્ચાઈ રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ આઝાદી પછી અનેક દાયકાઓ સુધી ગુજરાતનાં રાજકારણમાં કેન્દ્રીય સતા બની રહેલો એક વગદાર સમાજ ફરીથી મધ્યવર્તી સ્થાને પરત ફરવા માટે ખૂબ જ તલપાપડ છે. એટલે આ સમાજની ટોચની નેતાગીરી રાજકીય સોગઠીઓ મારવા માટે એકાએક સક્રિય થઇ ઉઠી છે.

એ દ્રષ્ટિએ અને એ સંદર્ભમાં ખોડલધામની આજની બેઠકને રાજકીય રીતે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતનાં રાજકારણને પ્રભાવિત કરે એવા નવા રાજકીય સમીકરણો અને ઘટનાઓ સાકાર થાય એવી સંભાવના પ્રબળ બની છે.

રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી. તેમ કોઈ કાયમી દોસ્ત પણ હોતું નથી. રાજકારણનો આ શાસ્વત નિયમ રહ્યો છે. એ જોતા રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે છે. કોણ ક્યારે કોના પલડામાં જઈને બેસી જાય અને રાજકીય ત્રાજવા ઊંચા-નીચા થઇ જાય એ વિશે કદી કોઈ રાજકીય ભવિષ્યવેતા પણ સચોટ આગાહી કરી શકતા નથી.

એનું નામ જ રાજકારણ. અત્રે સહુને યાદ હશે જ કે થોડા સમય પહેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે પાટીલે પણ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલની મુલાકાત લીધી હતી અને બંધબારણે સઘન ચર્ચા-વિચારણા થઇ હતી. હવે કોંગ્રેસનાં નેતા લેઉવા અગ્રણીને મળ્યા છે ત્યારે આ મુલાકાત ક્યાં પ્રકારનો રાજકીય રંગ પકડે છે.

Read About Weather here

એ જોવાનું રસપ્રદ બની રહેશે. આ બેઠક વિશે પૂછવામાં આવતા ભરતસિંહ સોલંકીએ પત્રકારોને એવું કહ્યું હતું કે આ એક ઔપચારિક મુલાકાત હતી. કોંગ્રેસની મહત્વની સમિતિઓમાં પાટીદારોને સ્થાન આપવામાં આવશે. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સહિતના હોદ્ેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here