રાજકોટ: ‘આપ’ પાર્ટીના મહિલા ઉમેદવારના મકાનમાં 10 શખ્સોની તોડફોડ

ગોંડલમાં કેબીન હટાવવા મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો
ગોંડલમાં કેબીન હટાવવા મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

ભાજપના બુથ ઇન્ચાર્જ દિપક મિયાત્રા સહિત 10 સામે ગુનો નોંધવા તજવીજ; અગાઉ ચૂંટણી સમયનો ખાર રાખી તલવાર-છરી, પાઇપ વડે 10 શખ્સોએ હુમલો કર્યો

હેરના ભગવતીપરામાં વિજયવંત સોસાયટીમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મહિલા ઉમેદવારના ઘર પર ભાજપના બુથ ઇન્ચાર્જ સહિત 10 શખ્સોએ તલવાર – છરી, પાઇપ વડે હુમલો કરી ચારને ઇજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે દોડી જઇ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ ભગવતી પરામાં વિજય વંત સોસાયટીમાં  વિવેક પ્રભાત ડાંગર (ઉ.વ. 17)ને રાત્રીના સમયે દિપક મિયાત્રાએ ઝગડો કરી ગાળાગાળી કરી હતી. બાદમાં રાત્રીના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર અલકા નંદા ડાંગરના ઘરે  દિપક મિયાત્રા, પરેશ કોળી સહિત 10 શખ્સોએ ધોકા, છરી, તલવાર જેવા હથિયારો સાથે ધસી જઈને એક્ટિવામાં તોડફોડ કર્યા

બાદ તારા ભાણેજ વિવેકને બહાર કાઢ કહી ઘરમાં ઘુસી જઈ હુમલો કર્યો હતો. જેમાં અલકાબેન નંદા ડાંગર. ( ઉ.વ 39 ) , સોનલ પ્રભાત ડાંગર ( ઉ.વ 28), વિવેક પ્રભાત ડાંગર ( ઉ.વ 17) , નંદા ગોવિંદ ડાંગરને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલમાં દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Read About Weather here

આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે મને વોર્ડ 04 માં 3000 મતોની લીડ મળી હોય, આ હુમલો કરનાર દિપક મિયાત્રા ભાજપ બુથ ઇન્ચાર્જ હોય, જેથી અગાઉના ચૂંટણી સમયના ઝગડાનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here