રાજકોટવાસીઓની ભીડ કરવાની લાઇલાજ બિમારીનો ઇલાજ છે કોઇની પાસે?

રાજકોટ
રાજકોટ

આતો રાજકોટીયન છે તેને રવિવારે બહાર રખડવાની એક એવી બિમારી લાગુ પડી છે જેનો કોઇ હકીમ કે ડોકટર પાસે ઇલાજ નથી

રાજકોટમાં કોરોનાની મહામારી દૈનિક ધોરણે ચાર થી પાંચ ડઝન માનવ જીંદગીઓને મોતના ખપ્પરમાં હોમી રહી છે. રોજે રોજ કોરોના મહાસંક્રમણના ફેલાવાના અહેવાલોથી અખબારોના પાના ભરાયેલા રહે છે. ઇલેકટ્રોનીક મીડિયા ટચુકડા પડદા ઉપરથી પણ પળે પળના કોરોના અહેવાલો, મોત અને કેસના આંકડા, દર્દથી કણસતા દર્દીઓની તસ્વીરો, હૈયા ફાટ રૂદન કરતા પરિજનોના દ્રશ્યો પ્રસારીત થતા રહે છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટવાસીઓની ભીડ કરવાની લાઇલાજ બિમારીનો ઇલાજ છે કોઇની પાસે? રાજકોટ

નિષ્ણાંતો અને તબીબો ગળા ફાડીફાડીને એવું કહીને થાકયા છે કે, કોરોનાથી બચવું હોય તો ભીડ ન કરો, ગીરદીમાં ન રહો, સામાજીક અંતર જાળવો અને ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરી જ રાખો. ઉપરની તસ્વીર જુઓ તમામ તબીબો અને નિષ્ણાંતોના ઉપદેશો ભેંસ આગળ ભાગવત જેવા પુરવાર થઇ રહયા છે અને તેની પાછળનું કારણ રાજકોટવાસીઓની ધોર ગંભીર બેદરકારી છે. એમને માસ્ક ફાવતા નથી, સામાજીક અંતર એમને આંખના કણાની જેમ ખુચે છે, ગીરદી કરવામાં અનેરો પાશવી આનંદ અનુભવે છે, અમારા તસ્વીરકારોના કેમેરામાં દૈનિક ધોરણે આવા દ્રશ્યો ઝીલાતા રહે છે એ જોઇને કાળજું કંપી ઉઠે છે કેમ કે, આવું બે જવાબદાર વર્તન જો રાજકોટવાસીઓ ચાલુ રાખશે તો મહામારીનો કદી અંત નહીં આવે તેવી પુરેપુરી ભીતી છે.

Read About Weather here

ગઇકાલે રવિવાર હતો એટલે લોકડાઉનનો અમલ કરવાની અને ઘરમાં પરીવાર સાથે રહેવાની પુરેપુરી તક હતી. પણ આતો રાજકોટીયન છે તેને રવિવારે બહાર રખડવાની એક એવી બિમારી લાગુ પડી છે જેનો કોઇ હકીમ કે ડોકટર પાસે ઇલાજ નથી. અહીં થી સૌરાષ્ટ્ર ક્રાંતી અખબાર ખાસ જાહેર અપીલ કરે છે કે, લોકડાઉનો અમલ હોય કે ન હોય કોરોનાની મહામારીથી પોતાના અને પોતાના પરીવારનું રક્ષણ કરો અને એ માટે સામાજીક જવાબદારી સમજી તેનું ચુસ્ત પણે પાલન કરો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here