સુપ્રિમનું સુચન : લોકડાઉન લાદો

સુપ્રિમનું સુચન : લોકડાઉન લાદો
સુપ્રિમનું સુચન : લોકડાઉન લાદો

વેક્સિનનું નીતિનું પુન:ર્ગઠન કરી જનકલ્યાણને ધ્યાનમાં લેવા કેન્દ્રને તાકીદ, વેક્સિનેશન પ્રાપ્તીની નીતિ જાહેર આરોગ્યના અધિકારનો ભંગ ન બને એ જુઓ, નબળા વર્ગની જરૂરીયાતોની પૂર્તિ સાથે લોકડાઉન લાવવા કેન્દ્ર સરકારને આદેશ, કોઇને હોસ્પિટલમાં દાખલ કરતા રોકી ન શકાય, દવાથી વંચિત ન કરી શકાય, બે સપ્તાહમાં કોરોનાની રાષ્ટ્રીયનીતિ ઘડી કાઢવા જસ્ટીસ ચંદ્રચુડની બેન્ચનો આદેશ

વેક્સિન પ્રાપ્તી અને ભાવ અંગેની નીતિનું પુન:ર્ગઠન કરવા, દેશવ્યાપી લોકડાઉન લાદવા અને કોરોના મહામારી સામે જંગની રાષ્ટ્રીય નીતિ ઘડી કાઢવા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને તાકિદ કરી હતી

પ્રજાના હિતમાં કોરોના વાઇરસની બીજી લહેરને અંકુશમાં લેવા માટે લોકડાઉન ની વિચારણા થવી જોઇએ તેવો અનુરોધ કરતા સુપ્રિમે કેન્દ્ર અને રાજયોને જણાવ્યું હતું કે, વેક્સિનની નીતિ જાહેર આરોગ્યના અધિકાર માટે નુકશાન કરતા બની ન રહે એ માટે આ નીતિની પુન: વિચારણા થવી જોઇએ.

જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટીસ નાગેશ્ર્વર રાવ અને જસ્ટીસ રવિન્દ્ર ભાટની બેન્ચ દ્વારા ઉપર મુજબના મહત્વના સુચનો કરવામાં આવ્યા હતા સુપ્રીમે દર્શાવ્યું હતું કે, લોકડાઉનની સામાજિક, આર્થિક અસરોથી અમે વાકેફ છીએ એટલે સમાજના જરૂરીયાત વાળા વર્ગોની તમામ જરૂરીયાતોની આગોતરી તૈયારી કરી લીધા બાદ લોકડાઉન લાવવું જોઇએ. જેથી કરીને આવી નબળી જ્ઞાતીઓ અને સમાજોને લોકડાઉન પહેલા જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડી શકાય. સુપ્રીમે એવું પણ જણાવ્યું હતું કે, કોઇ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરતા રોકી શકાય નહીં કે, સ્થાનિક રહેણાંકના આધાર પુરાવા ન હોય તો દવાથી પણ વંચિત કરી શકાય નહીં. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને દાખલ કરવાની રાષ્ટ્રીય નીતિ બે સપ્તાહમાં ઘડી કાઢવા અદાલતે કેન્દ્રને આદેશ આપ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

તાજેતરમાં કેન્દ્ર સરકારે તેની વેક્સિન નીતિમાં ફેરફારો કર્યા હતા ઉત્પાદકો પાસેથી કેન્દ્ર 50 ટકા જથ્થો ઉપાડ છે. બાકીનો 50 ટકા જથ્થો વેક્સિન કંપનીઓ ઉંચા ભાવે રાજયો અને ખાનગી હોસ્પિટલોને વહેંચી શકશે. 3 જજની સુપ્રિમની બેન્ચે સુચવ્યું હતું કે, વેક્સિન ખરીદીનું કેન્દ્રીકરણ હોવું જોઇએ અને રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિતરણનું વિકેન્દ્રીકરણ થવું જોઇએ. બંધારણની કલમ-21 એટલે કે જીવન જીવવાના અધિકાર મુજબ ઉત્પાદકો પાસેથી રાહત ભાવે વેક્સિન મેળવી અને તમામ જથ્થો ખરીદવાની પહેલી જવાબદારી કેન્દ્ર સરકારની રહે છે એજ આપણી રાષ્ટ્રીય પ્રક્રિયા હોવી જોઇએ.

સુપ્રિમનું સુચન : લોકડાઉન લાદો
સુપ્રિમનું સુચન : લોકડાઉન લાદો

એકવાર કેન્દ્ર સરકાર તમામ સ્ટોક ઉપાડી લે એ પછી રાજયોને આપી શકાય રાજયો જરૂરીયાત મુજબ સ્ટોક ઉપાડીને વિતરણ કરી શકે છે. પરંતુ વેક્સિન ઉત્પાદકો સાથે ભાવ અને સ્ટોક અંગે વાટાધાટો કરવાની રાજયોને ફરજ પાડવી તેનાથી 18 થી 44 વર્ષની વચ્ચેની વયના નાગરીકો માટે આ નીતિ હાનીકારક સાબીત થશે. અન્ય નબળા અને ઓછી આવક ધરાવતા વર્ગો પણ વેક્સિનના ભાવ આપી શકશે નહીં. એટલે આવા નબળા વર્ગોને કાં તો વિનામુલ્યે અથવા તો રાહત ભાવે વેક્સિન આપવી પડે.

રાજયોની નાણાકીય સ્થિતિ ઉપર આ નિર્ણયનો આધાર રહે છે. વેક્સિનેશન કરવામાં દેશના નાગરીકોના અલગ-અલગ વર્ગો વચ્ચે કોઇ ભેદભાવ કે તફાવત રાખી શકાય નહીં. સુપ્રિમ કોર્ટે આગામી 6 માસ માટે કેટલો વેક્સિનનો જથ્થો પ્રાપ્ય છે અને 18 થી 44 વર્ષની વચ્ચેના 59 કરોડ લાભાર્થીઓને કેટલા સમયમાં રસી આપી શકાશે એ જાહેર કરવા પણ કેન્દ્રને આદેશ આપ્યો હતો. ઓક્સિજનના મુદા પર સુપ્રિમે ટકોર કરી હતી કે, દિલ્હીમાં હદય દ્રાવક સ્થિતિ છે.

Read About Weather here

કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે સંકલન ન હોવાથી અને વિવાદો થતા હોવાથી દિલ્હી સરકાર તેના ભાગનો જથ્થો ઉપાડી શકી નથી તેના કારણે નાગરીકોને રાહત મળી શકી નથી. ઓક્સિજનનો મામલો તંગ દોર પર ચાલી રહયો છે. કેન્દ્ર સરકાર તાત્કાલીક મેડિકલ ઓક્સિજનનો બફર સ્ટોક ઉભો કરે. વેક્સિન અને રેમડેસિવિર જેવી દવાઓનું વધુ ઉત્પાદન થાય એ માટે વધુ ઉત્પાદકોને લાઇસન્સ અપાશે કે કેમ એ અંગે સુપ્રિમે કેન્દ્રને સવાલ કર્યો હતો.

અસાધારણ મહામારી અને કટોકટી હોવાથી અસાધારણ સંજોગો સર્જાયા છે આથી ભાવ બાંધણુ એવું હોવું જોઇએ કે, સમાજના નબળામાં નબળા વર્ગ સુધી આવી દવાઓ પહોંચી શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here