રાજકોટમાં સોની બજારનાં શટર ગમે ત્યારે શટડાઉન..!

રાજકોટમાં સોની બજારનાં શટર ગમે ત્યારે શટડાઉન..!
રાજકોટમાં સોની બજારનાં શટર ગમે ત્યારે શટડાઉન..!

હોલમાર્કનાં વિરોધમાં પોરબંદરની સોની બજાર સજ્જડ બંધ ફરજીયાત

હોલમાર્ક બાદ યુનિક આઈ.ડી ફરજીયાત કરાતા સોની વેપારીઓમાં રોષ

યોગ્ય નિર્ણય કરવામાં આવે નહી તો આંદોલનની મંડાવળ

સરકાર દ્વારા સોની વેપારીઓ માટે હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુનિક આઈ.ડી પણ ફરજીયાત કરવામાં આવતા સોની વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી પોરબંદરનાં સોની વેપારીઓએ આ નિયમનાં વિરુધ્ધમાં સજ્જડ બંધ પાડ્યો હતો. થોડા દિવસો પહેલા સોનાનું વેચાણ કરતા વેપારીઓ માટે ગુણવતાને ધ્યાનમાં રાખીને હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/

આ બાબતે પણ વેપારીઓએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. ત્યારબાદ હવે યુનિક આઈ.ડી નંબર ફરજીયાત કરી દેવામાં આવતા સોની વેપારીઓમાં રોષની જ્વાળા ઉઠી છે. ગુજરાતમાંથી અનેક જીલ્લાનાં સોની વેપારીઓએ બજાર બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. પોરબંદરનાં સોની વેપારી મહામંડળ દ્વારા આ નિયમનો વિરોધ કરવામાં આવ્યો છે અને જેના પગલે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને માધવપુર સહિતની સોની બજારો બંધ રહી હતી.

વેપારીઓએ બંધ પાડીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વેપારીઓએ સાથે મળીને ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર પાઠવી યુનિક આઈ.ડી નંબર રદ કરવા માંગ કરી હતી. ત્યારે સમગ્ર રાજ્યનાં સોની વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરીએ તો ગમે તે ઘડીએ શટર પડી જાય તો નવાઈ ગણી શકાય નહીં. તેવી પરિસ્થિતિ છે. રાજકોટનાં સોની બજારનાં સોની વેપારીઓ પણ ગમે તે ઘડીએ બંધ પાડી દેશે.

Read About Weather https://mausam.imd.gov.in/

તેવી વાત ચર્ચાઈ રહી છે. હોલમાર્ક અને યુનિક આઈ.ડી ની પ્રોસેસ ખૂબ જ લાંબી અને મુશ્કેલ છે. જેથી આ નિર્ણય યોગ્ય ગણી શકાય નહીં તેમજ આગામી સમયમાં જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન પણ મંડાણ કરાય તેવી શકયતાઓ છે.

દેશનાં 256 જીલ્લાઓમાં હોલમાર્ક ફરજીયાત બન્યું

રાજકોટ: દેશના 256 જીલ્લામાં હોલમાર્ક ફરજીયાત બન્યું છે. હવેથી આ જીલ્લાઓમાં જવેલર ફક્ત હોલમાર્કવાળી જ્વેલરી ખરીદી અને વેંચી શકાશે. સરકારે તમામ જ્વેલરી અને તેમની પાસે પડેલો જુનો સ્ટોક હોલમાર્ક કરવા માટે ૧ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી હોલ માર્ક લગાવવાનું રહેશે. દેશમાં 5 લાખ જવેલર્સમાંથી  આશરે 40 હજાર લોકોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here