રાજકોટમાં સિટી બસ સેવા ખોરવાઈ: કંડક્ટરો હડતાળ પર

આજે સવારથી બસોના 90 રુટ બંધ: લોકો હેરાન પરેશાન

રાજકોટ: આજે શહેરમાં ચાલતી આરએમટીએસ સીટીબસના પૈડા ઓચિંતા થોંભી ગયા છે. સવારથી 90 રૂટ પરની બસ સેવા ખોરવાઇ છે. સીટી બસમાં કામ કરતા કંડકટરના પ્રશ્ર્નોનું નિરકારણ ન થતા ઓચિંતાની હડતાલ કરી દેવામાં આવી છે.

રાજકોટ સીટી બસમાં ટિકીટ માટે થોડા સમય પહેલા તમામ રૂટમાં નવા મશિન આપવામાં આવ્યા છે. આ મશિન ઉપયોગ કરવામાં અગવડતા પડે તેવા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે તમામ કંડકટરો દ્વારા અધીકારીઓને અવારનવાર રજુઆત કરી કે જુના મશીન બરોબર છે નવા મશીનોમાં લેટ ટીકીટ નીકળે છે બરોબર કામ કરી શકાતું નથી પણ અધીકારીઓ દ્વારા કોઇ પ્રશ્ર્નનું સોલ્યુશન લાવવામાં આવ્યું નહીં

અને ગઇકાલે એક કંડક્ટરને લેટટીકીટમાં પકડીને 10 હજારનો દંડ કરીને નોકરી માંથી કાયમી ઉતારી દેવામાં આવ્યો હતો આ મુદે આજે સવારથી તમામ કંડક્ટરોએ સાથે મળીને હડતાલ કરી છે અને શહેરના તમામ બસસેવાના રૂટ બંધ રહ્યા હતા.

Read National News : Click Here

જેના લીધે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વગ સમયસર પહોંચી શક્યા ન હતા. અને કંડકટરોએ જણાવ્યું હતું કે મશીનના વાંધા સુધારવાને બદલે અમને નોકરીમાંથી ઉતારી દંડ કરવામાં આવે છે.

આ મશીનનો જ વાંધો છે અનેક વાર રજુઆત પણ કરાઇ છે પણ કંઇ રસ્તો કરાતો નથી તો હવે હડતાલ સિવાઇ કોઇ અમારી પાસે રસ્તો નથી. હવે આ મામલે તંત્ર દ્વારા શુ પગલા લેવામાં આવે તે જોવાનું રહ્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here