રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 1 ઇંચ વરસાદ પડ્યો!

રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 1 ઇંચ વરસાદ પડ્યો!
રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 1 ઇંચ વરસાદ પડ્યો!

પવનની ગતી ધીમી હોવાથી લોકલ ફોર્મેશનને કારણે ઝાપટાં પડ્યા
જોરદાર પવન ફૂંકાતા ગાંધીગ્રામમાં સોસાયટીમાં એક વૃક્ષ ધરાશાયી
ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, શહેરીજનોએ ગરમીમાંથી રાહત મેળવી

આજથી 17 દિવસ પહેલા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

રાજકોટ-સૌરાષ્ટ્ર પર વરસાદની કોઇ એક્ટિવ સિસ્ટમ નથી. હાલ પવનની ગતિ કયારેય ધીમી થઇ જતાં લોકલ ફોર્મેશનને કારણે જે તે છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે.

વાદળો બંધાય અને પવન પડી જાય તો આ રીતે આગામી થોડા દિવસ હળવા છાટા પણ પડી શકે છે.

ત્યારે બુધવારના રોજ રાજકોટમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે.

સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. અને સાંજથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

જ્યાં એક કલાકમાં રાજકોટ એક ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા.

તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ગાંધીગ્રામમાં આવેલી વિતરાગ સોસાયટી માં એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

Read About Weather here

શહેરના જંક્શન, 150 ફૂટ રીંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here