રાજકોટમાં વધુ 12 માનવ જીંદગી હણી લેતો ક્રુર કોરોના

કોરોના
કોરોના

રાજકોટ,

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સતત વધતું જતું સંક્રમણ, રસીકરણ વેગવાન બનાવવા ભાજપ મેદાનમાં

4500 સેન્ટર તૈયાર કરાયા : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત, 1 લાખ 87 હજારથી વધુ કાર્યકરોને કામે લગાડયા

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં 1 દિવસમાં 2410 નવા કેસો, વધુ 9ના મૃત્યુ, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 431 કેસ, સૌથી વધુ રાજકોટમાં 223

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાની કાતીલ અને ક્રુર કુચ યથાવત રહી છે. આજે છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોના મહામારીના ખપ્પરમાં 12 માનવ જીદગી હોમાઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કોરોનાના કેસો રોજેરોજ આકાશને આંબી રહયા છે. હોસ્પિટલો, શેક્ષણીક સંસ્થાઓ, યુનિવસિર્ર્ટી, સરકારી કચેરીઓમાં સંક્રમણમાં બેહદ વધારો જોવા મળી રહયો છે. ગુજરાતમાં એક અઠવાડીયાથી કોરોનાના કેસ 2 હજારની સપાટી વટાવી રહયા છે. આજે પણ વિક્રમ રૂપ 2410 નવા કેસો નોંધાયા હતા. ત્યારે કુલ 9 વ્યકિતઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું.

અમદાવાદ, સુરતમાં પણ કોરોના વધુ ઉગ્ર બનીને અજગર ભરડો લઇ રહયો છે. અમદાવાદમાં દૈનિક કેસો આજે પણ 626 જેટલા નોંધાયા હતા. જયારે સુરતમાં પોલીસ બેડામાં કોરોનાનું સંક્રમણ બે હદ વધી રહયું છે. 15 દિવસમાં 65 પોલીસ કર્મીઓને કોરોના લાગુ પડયાનું નોંધાયું હતું. આજે ખટોદરા વિસ્તારના પીઆઇને કોરોના લાગુ પડયો હતો.

વડોદરામાં ઇન્કમ ટેક્ષ વિભાગ કચેરીમાં કોરોનાએ આતંક મચાવી દીધો છે. કુલ 40 કર્મચારીઓ અને અધિકારીઓ સંક્રમીત થઇ ગયા હોવાથી ત્રણ દિવસ માટે ઇન્કમ ટેક્ષ કચેરી બંધ કરી દેવામાં આવી છે. વડોદરાની બુલેટ ટ્રેન કચેરીમાં પણ કોરોના પ્રસરી રહયો છે. આજે વધુ બે કર્મચારીઓ સંક્રમીત થયા હતા. જેના કારણે કચેરીના 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ અપાયો છે. અમદાવાદમાં જમાલપુર શાક માર્કેટમાં બેફામ ભીડને કારણે કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે.

વડોદરાની વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીને કોરોનાએ ધેરો ધાલી દીધો છે. કુલ 70 જેટલા પ્રોફેસર અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાથી ખળભળાટ મચી ગયો છે. સુરતમાં ટેસ્ટાઇલ માર્કેટ શનિ-રવિ બંધ કરવાના આદેશ સામે વેપારીઓ આડા ફાટયા છે. બંધ કરવાનો આદેશ ફગાવી દીધો છે. દરમ્યાન મહાસાગરના લુણાવાડા શહેરમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. રાજય સરકારે બહારથી આવતા લોકોનું સઘન અને સખત ચેકીંગ કરવાનો આદેશ આપ્યો છે. એટલે ગુજરાતની તમામ બોર્ડર પર ચેકીંગ અને ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. Read About Weather here

સૌરાષ્ટ્રમાં આજે 431 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજકોટમાં 223, જામનગરમાં 60, ભાવનગરમાં 43, અમરેલીમાં 31, મોરબીમાં 26, જૂનાગઢમાં 16, સુરેન્દ્રનગરમાં 14, ગીર સોમનાથમાં 9 અને દ્વારકામાં 7 નવા કેસો નોંધાયા છે. દરમ્યાન રસીકરણને વેગ આપવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા ભાજપ મેદાનમાં આવ્યો છે. આજે રસીકરણ ઝુબેશનો પ્રારંભ કરતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર કર્યુ હતું કે, ભાજપે લોક જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે એટલું જ નહીં રાજયભરમાં 4500 કેન્દ્રો ભાજપે તૈયાર કર્યા છે. જયાં રસીકરણ માટે લેવા મુકવા જવા માટે ભાજપ દ્વારા વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ કામગીરીમાં ભાજપના 1 લાખ 68 હજારથી વધુ કાર્યકરોને ફરજ સોંપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here