મધ્યપ્રદેશના ચાર શહેરોમાં લોકડાઉન

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ

કોરોનાથી ઝઝુમતું રાષ્ટ્ર, નિરૂપાય બનતું જતું તંત્ર

મધ્યપ્રદેશના છીંદવાડામાં કાલથી લોકડાઉન : બૈતુલ, રતલામ અને ખરગોન જેવા શહેરો બંધ, વિખ્યાત દંત કથા રૂપ ક્રિકેટર સચિન તેંડુલકરની તબીયત બગડતા દવાખાને દાખલ

મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે

Subscribe Saurashtra Kranti here

મહામારીના પ્રચંડ આક્રમણને રોકવા બેઠકોનો ધમધમાટ : કેન્દ્રના કેબીનેટ સચિવની તમામ રાજયોના મુખ્ય સચિવો સાથે સઘન ચર્ચા

દેશમાં એક દિવસમાં 469 લોકોના મોત : છેલ્લા 24 કલાકમાં 81 હજારથી વધુ નવા કેસો, મુંબઇમાં એક દિવસમાં આજે વિક્રમ સર્જક 8646 કેસ નોંધાતા રાજય સરકારમાં ખળભળાટ

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 8 રાજયોમાં કોરોનાની ઘાતક બીજી લહેર દિવસે-દિવસે વધુને વધુ ઉગ્રતા ધારણ કરી રહી છે અને નવા કેસોમાં ઉછાળો આવવા સાથે મૃત્યુ આંક પણ એકધારો વધી રહયો હોવાથી સરકાર હચમચી ઉઠી છે. અન્ય રાજયોમાં પણ કોરોના સંક્રમણ વધી રહયું હોવાથી દેશ આખો જાણે કોરોના મહામારીથી બચવા માટે ઝઝુમી રહયો હોય એવા દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળી રહયા છે. ઉચ્ચ કક્ષાની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જયારે મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ હોવાથી ગમે ત્યારે લોકડાઉન જાહેર થઇ શકે છે. દંત કથા રૂપ ક્રિકેટર સચિન તેંડુલકરની તબીયત બગડતા દવાખાને લઇ જવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના છીંદવાડામાં આવતીકાલથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઉછાળો માર્યો છે અને કુલ 81466 નવા કેસો નોંધાયા છે. જયારે કુલ 469 દર્દીઓના મોત થતા કેન્દ્ર સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે અને તમામ રાજયોના મુખ્ય સચિવો સાથે ઇમરજન્સી બેઠક યોજવામાં આવી છે. જેમાં મહામારીના બેકાબુ સંક્રમણ તથા રસીકરણ અંગે ઉંડી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. દરમ્યાન મહારાષ્ટ્રમાં આજે પણ 43 હજારથી વધુ નવા કેસો નોંધાયા હતા. મુંબઇમાં દૈનિક કેસોમાં વિક્રમ સર્જાયો હતો અને 8646 નવા કેસો નોંધાયા હતા.

પુણેમાં 8011 નવા કેસો નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક વધીને અડધા લાખની સપાટી પાર કરી ગયો છે કુલ 54898 દર્દીઓના મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશના છીંદવાડામાં આવતીકાલથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજયના અન્ય શહેરો બૈયતુલ, રતલામ અને ખરગોનમાંતો જનજીવન બિલકુલ ઠપ્પ થઇ ગયું છે અને લોકડાઉન લાગુ કરી દેવાયું છે.

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક રીતે આગળ વધે છે અને અટકવાની નામ લેતી નથી. એ કારણે કેન્દ્રના કેબિનેટ સચીવ દ્વારા ઉચ્ચ કક્ષાની બેઠક યોજવામાં આવી છે. તમામ રાજયોના મુખ્ય સચિવો સાથે કોરોના નાથવાના ઉપાયો શું કરવા એ અંગે મનોમંથન કરવામાં આવી રહયું છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં 249, પંજાબમાં 60 કોરોના દર્દીઓના મોત થતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. અત્યાર સુધીમાં 6 કરોડ 75 લાખ લોકોને વેક્સિન આપી દેવાઇ છે છતાં કોરોનાએ યમદુતનું રૂપ લઇને તેની કૃરતા ભરી કુચ ચાલુ રાખી છે.

Read About Weather here

વિશ્ર્વભરમાં અત્યારે પરિસ્થિતિ બગડી રહી છે. તેના કારણે ફ્રાન્સમાં એક મહિનાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કેનેડાના 4 મુખ્ય શહેરમાં લોકડાઉન લાગુ કરાયું છે. વિશ્ર્વમાં આજે એક દિવસમાં કોરોનાથી 11522 મોત થયા હતા અને 6.86 લાખ નવા કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here