રાજકોટમાં રોગચાળાના આંકડા જાહેર કરવા માંગ

રાજકોટમાં રોગચાળાના આંકડા જાહેર કરવા માંગ
રાજકોટમાં રોગચાળાના આંકડા જાહેર કરવા માંગ

ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના કેસોમાં વધારો

મ્યુ.કમિશનરને રજૂઆત કરતા વિપક્ષી નેતા

શહેરમાં ડેન્ગ્યું, ચિકનગુનિયા, ,મેલેરિયા, તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના અનેક સીઝનલ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ તમામ રોગચાળા પ્રત્યે ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવે અને વકરતા રોગચાળાના ઉપચાર માટે વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવે તેમજ ફોગીંગ, મેલેથીયોન દવાનો છંટકાવ, મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે ઘરે-ઘરે જઈ ટાંકામાં દવા નાખવી મચ્છરના ઉત્પતીસ્થાનોમાં દવા છંટકાવ કરાવવા સહિતના પગલા લેવા મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરને રજૂઆત કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read About Weather here

ભાનુબેન સોરાણીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, તાવ-શરદી-ઉધરસ, સહિતના દર્દીઓની સંખ્યા દર સપ્તાહે અગાઉ જાણ કરવામાં આવતી હતી જે વર્ષ 2019-ડીસેમ્બરથી બંધ હોઈ હાલ રોગચાળો દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે લોકોના જનહિતાર્થે રોગચાળાના આંકડાઓ પહેલાની જેમ જાહેર કરવામાં આવે તેમજ પી-ફોર્મ અને એલ-ફોર્મની વિગતો કોર્પોરેશનની વેબસાઈટ ઉપર દર્શાવવામાં આવે તેવી અમો રાજકોટ શહેરના નગરજનો વતી ભાનુબેન સોરાણીએ માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here