ગુજરાતના મેચ સટ્ટાખોરીનું નેટવર્ક દુબઈ ખસેડાતા પોલીસ અવાચક

રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બો’...!
રોજનો 75 હજાર કરોડનો ‘ડબ્બો’...!

આધુનિક અને વૈભવી વિલા ભાડે રાખીને નવી મોબાઈલ એપથી રમાતો સટ્ટો: દુબઈ બેસીને બે રોકટોક અબજો રૂપિયાનો કારોબાર થઇ રહ્યાનો પર્દાફાશ: પોલીસ અને લુખ્ખાઓના હપ્તાથી બચવા માટે નવી તરકીબ શોધી કાઢતા બુકીઓ

ગુજરાત પોલીસની ભીંસથી બચવા માટે અને લુખ્ખાઓને હફ્તા આપવાથી બચવા માટે ગુજરાત સહિતનાં દેશના ટોચના બુકીઓ હવે દુબઈ બેસીને બે રોકટોક અને બેફામ મેચની સટ્ટાખોરી કરી રહ્યા હોવાની ચોકાવનારી હકીકતોનો ધડાકો થયો છે. દુબઈના ખૂબ જ આલીશાન અને વૈભવી વિલા કરોડોના ખર્ચે ભાડે રાખીને ખૂબ જ ગુપચુપ રીતે પધ્ધતિસર સટ્ટાખોરીનું વ્યાપક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હોવાનું જાણકાર સુત્રો કરી રહ્યા છે. આ હકીકતો બહાર આવતા પોલીસ પણ અવાક થઇ ગઈ છે. કહેવાય છે કે દુબઈમાં વર્ષે દહાડે રૂપિયા અઢીથી પાંચ કરોડનું જંગી ભાડું ચૂકવીને નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. દુબઈ પોલીસને પણ ગંધ આવે તેમ નથી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

માહિતગાર સુત્રોએ જણાવ્યા મુજબ ગુજરાતના મોટાભાગના ક્રિકેટ, શેરબજાર અને એમ.સી.એક્સના મોટા ગજાના બુકીઓએ આખું નેટવર્ક દુબઈ ખસેડી લીધું છે અને આલીશાન વિલામાં બેસીને બુકી ઓપરેટ કરી રહ્યા છે. એટલા ગુજરાતમાં ઓનલાઈન સટ્ટાનો કારોબાર રોજનો રૂ. 100 કરોડથી પણ વધુ છે. આ માટે જરૂરિયાત મંદ અને ગરીબ લોકોના નામે ખાનગી બેંકોમાં ખાતા ખોલાવવામાં આવે છે. એ ખાતાઓમાંથી દરરોજ કરોડો રૂપિયા આર.ટી.જી.એસ કરાવીને આંગણીયા મારફતે હવાલા પડાવી રોકડી કરી લેવામાં આવતી હોય છે.

બુકીઓ એજન્ટો મારફત ભાડે લેવાતા બેંક ખાતા ધારકને માસિક રૂ.15 હજાર આપે છે. 45 દિવસ માટે ભાડે ખાતું લેનારને રૂ. 22500 અપાય છે. એજન્ટોને માસિક રૂ.50 હજાર મળતા હોય છે. ક્રિકેટના સટ્ટામાં ઓનલાઈન સોદા કરવા માટે સોફ્ટવેર પણ અલગ-અલગ નામે બનાવવામાં આવ્યા છે. જેમાં મોટા બુકીઓ કરોડોની લિમીટ સાથે પાંચ જણાને ઇન્સ્ટોલ કરી આપે છે. આ પાંચ જણા અન્ય લોકોને બેંકમાં નાણા જમા કરાવી લિમીટ આપે છે.

Read About Weather here

આ રીતે આખું નેટવર્ક ચાલતું રહે છે. દરરોજ એક બુકી આવા 20 બેંક ખાતાનો ઉપયોગ કરતા હોય છે. જાણકાર સુત્રો કહે છે કે પોલીસની હફ્તાખોરી તથા લુખ્ખાઓના ત્રાસથી કંટાળીને બુકીઓ દુબઈ ચાલ્યા ગયા છે. ગુજરાત બહારની પોલીસએ તો કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. બેંગ્લોર, કલકતા વગેરે શહેરોમાં આવા 12 થી વધુ બેંક ખાતા પોલીસએ સીલ કરી લીધા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here