રાજકોટમાં રાજપૂતી જોમ, જૂસ્સા અને શૌર્યનું અનોખું નિદર્શન

રાજકોટમાં રાજપૂતી જોમ, જૂસ્સા અને શૌર્યનું અનોખું નિદર્શન
રાજકોટમાં રાજપૂતી જોમ, જૂસ્સા અને શૌર્યનું અનોખું નિદર્શન

પરંપરાગત રાસ-ગરબા અને રાજપૂતી સંસ્કૃતિના કાર્યક્રમનું શાનદાર આયોજન: ભગિની સેવા ફાઉન્ડેશનના વડા રાજકોટના રાણી સાહેબાનું જાનદાર આયોજન: તલવાર રાસ, રાસ વગેરે ભિન્ન ભિન્ન રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા
આજે શનિવારે સાંજે 7:30 થી રણજીત વિલાસ પેલેસમાં ખાસ નવરાત્રી રાસોત્સવ

રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે અસલ રાજપૂતી જોશ, જૂસ્સા અને શોર્યના દર્શન કરાવતા રાજપૂતી સંસ્કૃતિ મુજબના પરંપરાગત રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ભગિની સેવા ફાઉન્ડેશનના કાદમ્બરી દેવી જાડેજા (રાણી સાહેબ ઓફ રાજકોટ)નાં સીધા પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ભિન્ન ભિન્ન પ્રકારના રાસ-ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને જોનારા સહુ દંગ થઇ ગયા હતા.

ભગિની સેવા ફાઉન્ડેસન દ્વારા યોજાયેલા રાસ-ગરબામાં રાજપૂત મહિલાઓએ દિવા રાસ, ઘડા રાસ, દાંડીયા રાસ, તલવાર રાસ, થાળી રાસ, મહીષાસુર મર્દિની રાસ રાસનું વૈવિધ્ય રજૂ કર્યુ હતું અને સહુને રોમાન્ચ કર્યા હતા.

આ કાર્યક્રમમાં યુવરાજ સાહેબ ઓફ રાજકોટ, જયદિપસિંહજી જાડેજા, શિવાત્મીકા દેવી (યુવરાણી સાહેબ ઓફ રાજકોટ), ડો. રેખાબા જાડેજા, કિશોરીબા ઝાલા, પદ્મીનીબા વાળા અને રોટરી કલબના સભ્ય વગેરે ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભગિની સેવા ફાઉન્ડેશનના કારોબારી સભ્યોની ટીમે જહેમત ઉઠાવી હતી. આજે તા.16ને શનિવારે પણ ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય પરંપરા મુજબ નવરાત્રી રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રણજીત વિલાસ પેલેસના લોન ગ્રાઉન્ડ (મોટુ) ખાતે આજે સાંજે 7:30 થી રાત્રીના 11 સુધી રાસ ઉત્સવનું આયોજન ફાઉન્ડેશનના કારોબારી સભ્યો માટે કરવામાં આવ્યું છે.

Read About Weather here

તેમ કાદમ્બરી દેવી જાડેજાની એક અખબારી જણાવાયું છે. આ કાર્યક્રમમાં પરંપરાગત વસ્ત્રોમાં અને માસ્ક પહેરીને આવવા વિનંતી કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here