સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદે ગજઞઈં ના ઉગ્ર દેખાવો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદે ગજઞઈં ના ઉગ્ર દેખાવો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદે ગજઞઈં ના ઉગ્ર દેખાવો

ભરતીમાં કૌભાંડના આક્ષેપ સાથે કાર્યકરો કુલપતીની ચેમ્બરમાં ઘુસીને સુઇ ગયા, ભારે સૂત્રોચ્ચાર: 25 ભવનના 88 કરારી અધ્યાપકોની ફરીથી ભરતી કરવા, તપાસ યોજવા કુલપતિને આવેદન પત્ર: કુલપતીએ આપ્યો: હું ભરતી બાબતમાં કંઇ જાણતો નથી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આજે ભારે ધાંધલ ધમાલ મચી ગઇ હતી. યુનિવર્સિટીના 25 ભવનમાં 88 જેટલા કરારી અધ્યાપકો ભરતીમાં ગેરરીતીઓ આચરવામાં આવી હોવાની અને કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કરીને એનએસયુઆઇના કાર્યકરોએ આજે યુનિવર્સિટીમાં જોરદાર દેખાવો કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એક કાર્યકરોએ કુલપતીની ચેમ્બરમાં ધસી જઇ જોરદાર સુત્રોચાર કર્યા હતા અને કુલપતીની ચેમ્બરમાં સુઇ ગયા હતા. એક તબક્કે ભારે અફરા તફરી મચી ગઇ હતી.

રાજકોટ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે કુલપતીને આવેદન પત્ર આપી નવેસરથી ભરતીનો આદેશ આપવા અને ગેરરીતી માટે દોષીત જણાય એ તમામ સામે પગલા લેવા જોરદાર માંગણી હતી.

કુલપતીએ એવો જવાબ આપ્યો હતો કે, હું અધ્યાપકોની ભરતીના મામલે કાંઇ જાણતો નથી. આ તમામ ભરતી કોન્ટ્રાકથી થયેલી હોય છે. મને કોઇ જાણકારી નથી.

એનએસયુઆઇના આવેદન પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અધ્યાપકોની ભરતીમાં કેટલાક સીન્ડિકેટ સભ્યો વોટ્સઅપ ગૃપ બનાવી ગોઠવણી અને સેટીંગની ભલામણો કરી રહયાના સ્ક્રીનસોટ થયા છે.

સત્તાવાળાઓ પારદર્શકતા સાથે ભરતી કરવાની વાતો કરે છે ત્યારે અગાઉથી નક્કી થયેલા નામો પર જ કેમ મોહર લાગી એ મોટો સવાલ છે. આવેદનમાં દાવો કરવામાં આવ્યો છે

કે, 12 જેટલા ભવનના 23 અધ્યાપકોના નામ પહેલેથી વોટ્સઅપ ગૃપમાં ફાઇનલ કરવામાં આવ્યા હતા અને એ નામોની જ પસંદગી કરીને નિમણૂંક છે. હવે આગામી સીન્ડિકેટમાં આ નામોને અંતીમ મંજૂરી લાગી જવાની છે.

જો ભરતી આવી રીતે થતી હોય તો ખોટા નાટકનો મતલબ શું છે. રાત-દિવસ નોકરી માટે મહેનત કરતા લાયક ઉમેદવારો સાથે અન્યાય કરવા બરાબર છે. યુનિવર્સિટીનું મેનેજમેન્ટ કેટલુ કથળી ગયું છે તેનો આ પુરાવો છે.

આવેદનમાં રોષ વ્યકત કરવામાં હતો કે, આ કોઇ ખાનગી યુનિવર્સિટી નથી. સીન્ડીકેટ સભ્યો સભ્યો યુનિવર્સિટીના ટ્રસ્ટી છે. ત્યારે લાયકાત વગરના લોકોની ભરતી કરાવીને લાખો વિદ્યાર્થીઓને કારર્કીદી જોખમમાં મુકવામાં આવી છે

એ દુ:ખદ છે. અધ્યાપકનો માસીક પગાર રૂ.40000 જેવો હોય છે. એટલે 88 અધ્યાપકનો પગાર 35,20,000 જેટલો થાય. આટલી મોટી રકમ શું યુનિવર્સિટીના સત્તાધીશો સેટીંગ કરનારા સીન્ડિકેટ સભ્યો સ્વ ખર્ચે આપવાના છે?

આથી કુલપતીએ અધ્યાપક ભરતી કૌભાંડ પર ફરીયાદ દાખલ કરવી જોઇએ અને જવાબદાર ગણાતા ભાજપના સીન્ડિકેટ સભ્યો સામે તપાસ કરીને પગલા ભરવા જોઇએ એવી એનએસયુઆઇએ માંગણી કરી હતી.

Read About Weather here

જો પારદર્શક રીતે ફરીથી ભરતી ન થયા તો ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્થી સંસ્થાએ ચિમકી આપી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here