રાજકોટમાં બાળકોની રોજેરોજ મોતની સવારી, ટ્રાફિક પોલીસ શું ઉંધે છે કે પછી…?!

રાજકોટમાં બાળકોની રોજેરોજ મોતની સવારી, ટ્રાફિક પોલીસ શું ઉંધે છે કે પછી…?!
રાજકોટમાં બાળકોની રોજેરોજ મોતની સવારી, ટ્રાફિક પોલીસ શું ઉંધે છે કે પછી…?!

ગેસ કીટની ઉપર બેસાડીને બાળકો સાથે ગંભીર ખેલ કરનારા સામે કડક પગલા જરૂરી

શહેરમાં ધો.1 થી 5ની શાળાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ઉત્સાહભેર બાળકો રીક્ષા, વેન, ઇકો સહિતના વાહનોમાં ઘરેથી શાળાએ જઇ રહયા છે. બાળકો માટે મોજની આ સવારી મોતની સવારી જેવી ભાષી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેમ કે, શહેરમાં ફરતા જે દ્રશ્યો જોવા મળ્યા છે અને અમારા કેમેરા મેને કેમેરાની કીકીમાં કેદ કરી લીધા છે એ દ્રશ્યો વાલીઓના રૂવાડા ઉભા કરી દે તેવા છે. બાળકોને ઘેટા-બકરાની જેમ વેન અને રીક્ષામાં ભરી દેવામાં આવે છે.

એ તો જૂની અને જાણીતી વાત છે. એ તો થઇ જ રહયું છે પણ બાળકોને જે રીતે એમની જાનના જોખમે ઘરેથી શાળા સુધીની સફર કરાવવામાં આવી રહી છે. એ તો ખુબ જ ધ્રુજારી પૂર્ણ છે. તસ્વીરમાં સ્પષ્ટ દેખાય આવે છે

કે, બાળકોને ગેસની ટેકની ઉપર બેસાડી દેવામાં આવ્યા છે. આમ જનતાના વાહનોને રોકીરોકીને દંડનું સુરાતન બતાવતી રાજકોટ પોલીસની ટ્રાફિક બ્રાંચના કર્મચારીઓને બાળકોના જાન સાથે થઇ રહેલી રમત કેમ દેખાતી નથી.

Read About Weather here

એ સવાલ રહસ્યમય બન્યો છે. આવા વાહન ચાલકો અને રીક્ષા ચાલકો સામે શાળા સંચાલકો અને ટ્રાફિક પોલીસે તાબડતોબ કડક કાર્યવાહી કરવી જોઇએ. જો ઇશ્ર્વર ન કરે કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે.?(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here