રાજકોટમાં નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ઈન્ડોર સ્ટેડિયમ બનશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આજે શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતે ઉદ્ઘાટન સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના  સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ અવસરે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના છેવાડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રને સાકાર કરવા ખેલમહાકુંભનો પ્રારંભ કરેલ. ખેલમહાકુંભના કારણે રાજ્યના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ છે. રાજ્ય અને રાષ્ટ્ર  અનેક ખેલાડીઓએ રમત ગમતમાં મેડલ પણ મેળવેલ છે. આગામી સમયમાં રાજ્યના ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ હતી.શહેરનો દિન પ્રતિદિન વિકાસ થતો જાય છે જે ધ્યાનમાં રાખી આગામી સમયમાં નવું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને ઇન્ડોર સ્ટેડીયમ બનાવવામાં આવશે.  વિશેષમાં, આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને મેયર ડો.પ્રદિપ  શુભેચ્છા પાઠવી હતી.

Read About Weather here

બેડમિન્ટનની રમતમાં, સીંગલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો  માટે અંડર- 13,  અંડર- 15, અંડર- 19, 20-40, 41-60  તેમજ ડબલ્સ કેટેગરીમાં ભાઇઓ તથા બહેનો માટે  20-40  અને  41-60 યોજાનાર ટુર્નામેન્ટમાં 561 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ ટુર્નામેન્ટ તા.26થી તા.1-6 સુધી ચાલશે. આ ટુર્નામેન્ટ પ્લાસ્ટીક શટલથી રમાડવામાં આવશે. આ  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશનર સી.કે.નંદાણી, સમાજ કલ્યાણ સમિતિના વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, વિનુભાઈ સોરઠીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન  પ્રીતિબેન દોશી, આકાશવાણીના ડાયરેક્ટર ડો.ગીતાબેન ડીડા, આસી.કમિશનર એચ.આર.પટેલ, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here