રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન એકેય મોત નહિ

કોરોના
કોરોના

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 517

વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર-જીલ્લામાં આજે એકેય મૃત્યુ થયા નથી આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.23નાં સવારનાં 8 વાગ્યા થી તા.24નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના એક પણ દર્દીઓએ દમ નહિ તોડતા લોકોમાં રાહત અનુભવાઇ રહી છે.

રાજકોટમાં મંગળવારે તંત્રના જાહેર કર્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના કોવીડની સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે શહેરમાં 117 અને ગ્રામ્ય વિસ્તારમાં 23 સહિત કુલ 140 નવા પોઝિટિવ કેસ જાહેર કરાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 25167 થઈ છે. રાજકોટ શહેરમાં કોવીડના એક્ટિવ કેસ 517, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 107 થતા મોડી સાંજે કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 624 થઈ ગઈ છે જે માત્ર બે જ સપ્તાહમાં બમણી થઈ છે.

Read About Weather here

સોમવારે સવારની સ્થિતિ છેલ્લા 24 કલાકમાં જે બે મોત નીપજ્યા હતા તેમાંથી એક મોત પાછળ કોવીડ જવાબદાર હોવાનો ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here