ગુજરાતમાં સૌથી વધુ ઇ-મેમો રાજકોટને ફટકારતું તંત્ર : લોકો લાચાર, નેતાઓ મૌન

E-MEMO-ઇ-મેમો
E-MEMO-ઇ-મેમો

સુરતમાં 8.18 લાખને અને રાજકોટમાં 17.83 લાખને ટ્રાફીકનો ઇ-મેમો ઝીંકાયો

કદ નાનું અને સજા મોટી

Subscribe Saurashtra Kranti here

અમદાવાદ, સુરત જેવા મહાનગરો કરતા પણ મોટા પ્રમાણમાં રાજકોટને દંડ(ઇ-મેમો)ની સજા, સીસીટીવીનો વધુ પડતો ઉપયોગ થવાથી મુળ હેતુ કોરાણે પડયાની લોક ચર્ચા

આઇ-વે પ્રોજેકટનો મુળ ઉદેશ ભુલાયો ભાગેડુ ગુન્હેગારો પકડવા, રસ્તા પરના દબાણો પર નજર કરવા, ઢોર અને કચરાના ત્રાસથી લોકોને મુકત કરવા, પ્રોજેકટર શહેરોમાં શરૂ કરાયા પરંતુ સીસીટીવીનો ઉપયોગ માત્ર ટ્રાફીકના દંડ પેટે જ થવા લાગતા લોકોમાં ભારે હોબાળો અને રોષ

ગુજરાતમાં પ્રચારની આંધી વચ્ચે બહુ જોરશોરથી છ વર્ષ પહેલા ખુબ મહત્વનો ગણાતો આઇ-વે પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ જે મુળ હેતુઓ સાથે આ પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ પ્રોજેકટના રસ્તેથી ચલીત થઇને તંત્ર વાહકો આઇ-વે પ્રોજેકટને ઉપયોગ માત્ર દંડ વસુલાતના રૂપમાં કરી રહયા હોવાનું છેલ્લા છ વર્ષના આંકડા દર્શાવે છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન તો ટ્રાફીક નિયમોના ભંગ બદલ ઇ-મેમો ફટકારવામાં સ્થાનિક તંત્ર દ્વારા એક નવો વિક્રમ સ્થાપવામાં આવ્યો અને તમામ હદો પાર કરી દેવામાં આવી છે. આઇ-વે પ્રોજેકટની આંખ વડે ભાગેડુ ગુન્હેગારો પર નજર રાખવાની હોય છે.

રસ્તા પરના ગેરકાયદે દબાણો, ભંગાર રસ્તા, ગંદકી, રેઢીયાળ ઢોર અને કુતરાનો ત્રાસ જેવી સમસ્યાઓ જોઇને તેનો હલ કરવાનો હોય છે. જાહેરમાં કોઇ બખેડો થતો હોય યા ગુન્હો આચરવામાં આવી રહયો હોય, યા તો જીવલેણ હુમલો કે મારામારી થતા હોય તો સીસીટીવી કેમેરાની આંખથી જોઇને પોલીસ સમયસર સ્થળ પર પહોંચી જાય એ જોવાનો આઇ-વે પ્રોજેકટનો મુળ હેતુ છે. પરંતુ સરકારે જાહેર કરેલા આંકડામાં ઉપરોકત કોઇ હેતુને લગતી વિગતો જ નથી. માત્ર દંડ, દંડ અને દંડને લગતી વિગતો જ છે. જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે અને તટસ્થ નિરિક્ષકો આઇ-વે પ્રોજેકટના એક જ મુદ્ા પરના ઉપયોગને લઇને આશ્ર્ચર્ય ચકીત થઇ ઉઠયા છે.

ગુજરાતની વસ્તી 6.30 કરોડ જેટલી છે. ત્યારે દંડની કેવી જબરી વસુલાત થઇ છે તેના આંકડા ચોકાવી દેનારા છે. છેલ્લા બે જ વર્ષમાં રાજયની 72.60 લાખ લોકોને ઇ-મેમો આપી કુલ રૂ.341.47 કરોડનો જંગી દંડ વસુલ કરવામાં આવ્યો છે. સુરતમાં 8.18 લાખ ઇ-મેમો અપાયા તેના કરતા વધુ એટલે કે બમણી સંખ્યામાં વધુ ઇ-મેમો તો સુરત કરતા કદ અને વસ્તીમાં ધણા નાના રાજકોટને ફટકારી દેવામાં આવ્યા છે.

સૌથી વધુ અમદાવાદમાં ઇ-મેમો અપાયા છે. અમદાવાદમાં કુલ 26.72 લાખ લોકોને, રાજકોટમાં 17.83 લાખ લોકોને, વડોદરામાં 13.54 લાખ લોકોને અને ગાંધીનગરમાં 1.87 લાખ લોકોને ઇ-મેમોના દંડની પાવતી ફટકારવામાં આવી છે અને ભારે મોટી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો 4 હજારથી માંડીને 40 હજાર સુધીના લોકોને ઇ-મેમો અપાયા છે. સદનસીબ એક માત્ર ડાંગ જિલ્લો રહયો છે જયાં હજુ સુધી એક પણ ઇ-મેમો અપાયો નથી.

અટલા મોટા પ્રમાણમાં ઇ-મેમો અપાયા બાદ શું સરકારને દંડની પુરી રકમ મળી છે ખરી? ના નથી મળી. કુલ રૂ.341.47 કરોડનો દંડ ફટકારાયો તેમાંથી લોકોએ માત્ર 70.80 કરોડ જ સરકારને ચુકવ્યા છે. કેમ કે અતીની ગતી ન હોવાથી લોકો પણ હવે દંડ ભરવાથી દુર રહે છે અને ઇ-મેમોની અવગણના કરવા લાગ્યા છે. તેમાં લોકોની લાચારી જ છે. 75 થી 80 ટકા લોકોએ હજુ મજબુરી વશ દંડની રકમ ભરી નથી એવું સરકારી આંકડા દર્શાવે છે.

Read About Weather here

મુખ્યમંત્રીના વતનરાજકોટની વાત નીરાળી છે. નાના શહેરને હંમેશા મોટા ડામ લગાડી દેવામાં આવે છે. છતાં રાજકોટીયન ઉ કે ચા કરતા નથી એ એમની શરાફત છે. રાજકોટ પોલીસે 2 વર્ષમાં 124.89 કરોડનો દંડ ફટકાર્યો છે જે અમદાવાદ કરતા પણ વધુ છે. અમુક નાગરીકોને તો પાંચથી માંડીને દસ સુધીના ઇ-મેમો મળ્યા છે. પરંતુ રાજકોટ વાસીઓ ચાલાક થતા જાય છે અટલી રકમનો દંડ થયા છતાં પણ રાજકોટીયને માત્ર રૂ.20.85 કરોડ જ ભર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here