રાજકોટમાં કોરોનાએ માથુ ઉચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ

દેશમાં ઓમિક્રોનની સંખ્યામાં વધારો
દેશમાં ઓમિક્રોનની સંખ્યામાં વધારો

જામનગર રોડ કોપર સિટીમાં રહેતી 16 વર્ષની તરૂણી સહિત 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાયું

રાજકોટમાં આજે 16 વર્ષની તરૂણી સહિત 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો આવતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં સતત બીજા દિવસે ત્રણ કેસ સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે રાજકોટમાં સામે આવેલા ત્રણેય કેસો જામનગર રોડ વિસ્તારમાંથી જ મળ્યા છે. જેમાં કોપર સિટીમાં રહેતા એક જ પરિવારની 16 વર્ષીય તરૂણી અને 40 વર્ષીય મહિલાનો આરટીપીસીઆર પોઝીટીવ આવ્યો છે.

મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યા મુજબ આ મહિલા 8/10 ના રોજ મહારાષ્ટ્રથી ટ્રેન મારફત રાજકોટ આવ્યા છે. તેને ઉધરસ, શરદી, તાવના લક્ષણો તા. 11/10ના રોજ જોવા મળ્યા હતા. બાદમાં છેક તા.16/10ના રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

આ મહિલાને 1 વર્ષ પહેલા મગજનો સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમણે તબીબોની સુચના મુજબ હજુ સુધી વેક્સિન લીધી નથી. તેમના અતિ નજીકના સંપર્કમાં આવેલા 11 વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. અને લો રિસ્ક કોન્ટેક્ટના કુલ 129 મળી 140 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું છે.

જામનગર રોડ પરની વસુધા સોસાયટીમાં ગઈકાલે એક કોરોના કેસ આવેલો જ્યારે આજે પણ આ સોસાયટીના શેરી નં.3માં રહેતા એક 57 વર્ષીય પ્રૌઢ કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે.

Read About Weather here

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં હાલ 7 એકટીવ કેસ, અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42835 એ પહોંચી છે. રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજ સુધીમાં 6049 અને ગ્રામ્ય વિસ્તારમાં 6765 નાગરિકોએ વેકસીન મુકાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે એક પણ કેસ નોંધાયો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here