આરોગ્ય કેન્દ્રમાં રંગોળી દોરી, કેક કાપી ઉજવણી કરાઇ

આરોગ્ય કેન્દ્રમાં રંગોળી દોરી, કેક કાપી ઉજવણી કરાઇ
આરોગ્ય કેન્દ્રમાં રંગોળી દોરી, કેક કાપી ઉજવણી કરાઇ

દેશમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર

દેશમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર પહોંચતા રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય ટીમે ઇન્જેક્શન, વેક્સિનની બોટલ, 100 કરોડનો આંકડો અને તિરંગાની રંગોળી દોરી ખુશી મનાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દિવાળી પહેલા જ આરોગ્ય કેન્દ્રોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે 100 દીવડા પ્રગટાવી અને કેક કાપી ઉજવણી કરી હતી. તેમજ સ્ટાફ દ્વારા ગરબા રમવામાં આવી રહ્યા હતા. રાજકોટ શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં માત્ર 1 ટકા લોકો બાકી છે.

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહી ઉજવણી કરી હતી. ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું

કે, વેક્સિનેશનને વધુ વેગ મળે તે માટે હજુ પણ પ્રયત્ન ચાલુ રહેશે. રાજકોટવાસીઓએ વેક્સિનેશન કાર્યક્રમ માટે સકારાત્મક દાખવી છે. રાજકોટ શહેરમાં 11,30,234 લોકો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે.

Read About Weather here

જ્યારે 6,41,756 લોકો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં 99 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો હોવાથી હવે માત્ર 1 ટકા લોકો જ બાકી રહ્યા છે. જ્યારે બીજો ડોઝ 86 ટકા લોકો લઇ ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here