રાજકોટને આદર્શ, નમુનેદાર અને વિકસીત સ્માર્ટ સીટી બનાવવા મેયરનો નિર્ધાર

MAYOR-રાજકોટ-SAURASHTRA KRANTI
MAYOR-રાજકોટ-SAURASHTRA KRANTI

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેરની જનતાના અત્યાર સુધીના તમામ અણ ઉકેલ પ્રશ્ર્નો હલ કરવાના મારી ટીમ સંનિષ્ઠ પ્રયાસો કરશે

સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા મનપાના નવા પદાધિકારીઓ

સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, મનપાના સત્તાપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી તથા મહામંત્રીઓ કિશોરભાઇ રાઠોડ અને જીતુભાઇ કોઠારી પણ સાથે રહયા હતા.

મુલાકાતમાં જોડાયા શહેર ભાજપ પ્રમુખ સહિતના ટોચના આગેવાનો

સર્વનો સાથ, સર્વનો વિકાસ મંત્ર સાકાર કરીશું : ડો.પ્રદિપ ડવ

બાકી રહેલા પ્રોજેકટ પણ નવાની સાથે પુરા કરાશે : પુષ્કર પટેલ

રાજકોટ જેવા સૌરાષ્ટ્રની રાજધાની સમાન અને વસ્તી તથા વીસ્તારની દ્રષ્ટીએ સતત વિકસતા જતા મહાનગરના પ્રથમ નાગરીક અને મનપાની ધુરા સંભાળનાર મેયર ડો.પ્રદિપ ડવ રાજકોટ શહેરનો સર્વાગી વિકાસ કરવા માટે અલગ અને અનોખી પ્રકારની ધુન ધરાવે છે. રાજકોટ શહેરનો સર્વ વ્યાપી નમુનેદાર અને ઉદાહરણ રૂપ વિકાસ કરીને રાજકોટ શહેરને આદર્શ અને સ્માર્ટ સીટી બનાવવાનો મક્કમ નિર્ધાર નવા મેયર ડો.પ્રદિપ ડવે વ્યકત કર્યો છે.

મનપાના અન્ય પદાધિકારીઓ અને શહેર ભાજપના આગેવાનો સાથે મેયર ડો. ડવે આજે સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિકની મુલાકાત લીધી હતી અને તંત્રીશ્રી સાથેની વાતચીતમાં રાજકોટના ઝડપી અને સંમતોલ વિકાસ અંગેનું પોતાનું સ્વપન અને તેની રૂપ રેખા વિશે વિશદ છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું માત્ર રાજકોટનો પ્રથમ નાગરીક નથી બલકે રાજકોટના શહેરીજનોનો અદના સેવક પણ હું છું એ રીતે માનીને હું આગળ ચાલુ છું.

રાજકોટનો વિકાસ એવી રીતે કરવો છે, જેના પરથી અન્ય શહેરો પણ ધડો લે. એ મારૂ સ્વપનું છે એને સાકાર કરવા માટે સદનસીબે મારી પાસે સક્ષમ ટીમ છે. જેમાં અનુભવો અને યુવાનીનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. જેના કારણે મને વિશ્ર્વાસ છે કે, શહેરના વિકાસની ગાડી પુરપાટ દોડશે અને રાજકોટ મહાનગરને સંપુર્ણ વિકસીત, સુખાકારીથી સબળ, સ્માર્ટ મહાનગર બનાવી શકાશે. વિકાસની ગાડી પુરપાટ દોડાવવા માટેના આ મહા યજ્ઞમાં મારી ટીમના એકે એક પદાધિકારીઓ, ભાજપના તમામ નેતાઓ અને પક્ષના તમામ કાર્યકરો અમારી પડખે છે અને એ અમારૂ સાચુ પીઠ બળ છે. સાથે લોકોનો પણ અમને પ્રસંસનીય ટેકો અને સમર્થન છે જે અમને પ્રજાની વધુને વધુ સેવા કરતા રહેવાની આમ હિંમ્મત અને પીઠ બળ પુરા પાડે છે.

ડો. પ્રદિપ ડવે વિકાસની રૂપ રેખા દોરતા દર્શાવ્યું હતું કે, રાજકોટ શહેરની જનતાના અત્યાર સુધીના તમામ અણ ઉકેલ પ્રશ્ર્નો હલ કરવાના મારી ટીમ સંનિષ્ઠ પ્રયાસો કરશે. ભાજપના શાસનમાં અગાઉ પણ શહેરને અનેક નવતર સેવાઓ સાપડી છે. નવા નવા પ્રોજેકટો અમલમાં મુકાયા છે. જાહેર સુખ સુવિધાઓમાં નોંધ પાત્ર વધારો થયો છે. તેમાં ઉમેરો કરવાના અમારા પ્રયાસોમાં અમે કોઇ કચાસ રાખવાના નથી તેની અમે જાહેર જનતાને હદય પુર્વક ખાત્રી આપીએ છીએ. ભાજપ તેને પ્રાપ્ત થઇ રહેલા પ્રચંડ લોકસંમર્થનથી ખુબ જ ગદગદ છે અને લોકોનું ઋણ ચુકતે કરવાનો અમારી દ્રષ્ટિએ એક જ માર્ગ છે અને એ છે વિકાસ.. વિકાસ.. અને વધુ વિકાસ.

તેમણે લોકોને વહેલી તકે અશુધ્ધ પાણીની સમસ્યાથી અને ખરાબ તથા ભંગાર રસ્તાઓની પીડા થી મુકત કરવાનું વચન આપ્યું હતું. મનપા હસ્તની શાળાઓનું આધુનિકરણ કરવાનું વચન પણ બહુ જલ્દી પરીપુર્ણ કરવામાં આવશે. ભાજપે વિકાસના એજન્ડામાં જેટલા વચનો આપ્યા છે. એ મારા અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન પુરા કરવાની મહેનતમાં અમે પાછી પાની નહીં કરીએ. એ જ રીતે શહેરની બહુ મોટી સમસ્યા ટ્રાફીક અંગેની છે. તેના માટે વધુને વધુ બ્રિજનું નિર્માણ થાય એવા અમારા પ્રયત્નો રહેશે.

મેયરે મક્કમ સુરમાં શહેરીજનોને ખાત્રી આપી હતી કે, શહેરની અશુધ્ધ અને અપુરતા પીવાના પાણીની સમસ્યાને મારી ટીમ ભુતકાળ બનાવી દેશે. એ માટેના મહત્વના પ્રોજેકટ પાઇપ લાઇનમાં જ છે. એ જ રીતે શહેરને પ્રદુષણ મુકત કરવાનો સંકલ્પ પણ મેયરે વ્યકત કર્યો હતો.

Read About Weather here

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને વહીવટમાં કાબેલ ગણાતા અનુભવી નેતા પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ગત બોડી સમયે અધુરા રહી ગયેલા તમામ પ્રોજેકટ ઉપરાંત નવા પ્રોજેકટ અને યોજનાઓને પણ સમયસર પુરા કરવાની અમારી પુરેપુરી કોશીશ રહેશે. હાલ જેટલા નિર્મળાધીન અન્ડબ્રીજ અને ઓવર બ્રીજ છે. તેના કામ સમય અવધી મુજબ પુરા થાય અને ટ્રાફીકની સમસ્યા હલ થાય એ દિશામાં અમે પુરેપુરા પ્રયત્નો કરી રહયા છીએ.

તદ્ ઉપરાંત શહેરની જનતાને સ્વચ્છ નિર્મળ અને પ્રદુષણ મુકત હવામાં શ્ર્વાસ લેવાની તક મળે એ માટે પ્રદુષણ નિયંત્રણ અને વની કરણ પર અમે ભાર મુકયો છે. એ માટેની કેટલીક અદભુત યોજનાઓ બજેટમાં મુકવામાં આવી છે. જે સમયસર પુરી કરવામાં આવશે. આ મુલાકાત સમયે મનપાના સત્તાપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી તથા મહામંત્રીઓ કિશોરભાઇ રાઠોડ અને જીતુભાઇ કોઠારી પણ સાથે રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here