બરૂલા (ગીર) ગામનાં યુવાને 4000 કિ.મી.ની સાયકલ યાત્રા કરી સ્વસ્થ ભારતનો સંદેશો પહોંચાડયો

cycle-યુવાને
cycle-યુવાને

Subscribe Saurashtra Kranti here

બરૂલા (ગીર) ગામના ગણમાન્ય લોકો, યુવાનો, માતાઓને બહેનોએ આવકાર્યા

જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એજ સફળતાની ચાવી છે. આ સૂત્રને સાર્થક કરતા એક નવલોહીયાને તેજસ્વી યુવાન વિક્રમસિંહ જાદવે સ્વસ્થ ભારત અને પર્યાવરણ ક્ષેત્રે સંદેશો પહોંચાડવા 4000 કિ.મી.ની સાયકલ યાત્રા માત્ર 13.પ દિવસના ટૂંકા સમયમાં પૂર્ણ કરી કીર્તિમાન હાંસલ કરી બરૂલા(ગીર) ગામનું ગૌરવ વધાર્યું છે.

વિક્રમસિંહની એક લડાયક યોઘ્ધાની જેમ સરાહનીય કાર્યને બિરદાવવા આજે બરૂલા (ગીર) ગામના ગણમાન્ય લોકો, યુવાનો, માતાઓને બહેનોએ આવકાર્યા છે. અરૂણાચલ પ્રદેશના વાલોન્ગથી દ્વારકા સુધીના આશરે 4000 કિ.મી.ના માર્ગ પર માત્ર 13.પ દિવસમાં આ યાત્રા પૂર્ણ કરી હતી. રવિવારે પોતાના માદરે વતન પહોંચતા ગ્રામજનો ને યુવાઓ ડીજેના તાલે રાષ્ટ્રભકિતના ગીત સાથે ફૂલહારથી આવકારવા ગામથી બે કિ.મી. આગળ સ્વાગત કર્યું હતું.

Read About Weather here

વિક્રમસિંહ એક ગ્રેજયુએટને કિસાન પુત્ર છે ને સારો પર્વતારોહક છે. દેશની અલગ અલગ જગ્યાએ પોતાનું કર્તબ બતાવીને યુવાનોને પ્રેરણા આપે છે. આ સાયકલ યાત્રાનો ઉદેશ્ય સાંપ્રત સમયમાં પર્યાવરણ ક્ષેત્રે એક શુભ સંદેશ તેમજ સ્વસ્થ ભારત (ફીટ ઈન્ડિયા)ના નારાને મજબૂત બનાવવા માટેનો હતો. જે એમણે સફળતાપૂર્વક પાર પાડી સાર્થક કરી બતાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here