રાજકોટનું ભવિષ્ય ગંભીર?!: વધુને વધુ યુવાનો દારૂ વેંચાણના રવાડે ચડયા

હવે ખુલ્લેઆમ બિયર પીવાની પરવાનગી...!
હવે ખુલ્લેઆમ બિયર પીવાની પરવાનગી...!

મહેનત કરને વાલો કી સફળતા પક્કી હોતી હૈ, યુવાઓ કે હાથ મેં હી દેશ કી તરક્કી હોતી હૈ…
રાજકોટ પોલીસમાં ચાર દિવસમાં નોંધાયેલા ગુન્હામાં મોટાભાગના આરોપી યુવા વયના નિકળતા સમાજમાં ચીંતાની લાલબતી
અચાનક યુવાનો ગુન્હાના માર્ગે જઇ રહ્યાના કારણો શું ! વિચાર માંગતો સવાલ: રાજકોટમાંથી છુટથી મળતા દારૂના વેપલાની જવાબદારી કોની ?
રાજકોટ શહેરના છેલ્લા ત્રણ દિવસના 18 થી 25 વર્ષના યુવાનો ઉપર નોંધાયેલ ફરીયાદના આંકડા

126કરોડથી પણ વધારે વસ્તી સાથે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે. આજે આખું વિશ્ર્વ ભારતને એક યુવા દેશ તરીકે જાણે છે. ભારત પાસે આજે વિશ્ર્વમાં સૌથી વધુ યુવા શક્તિ છે. યુવાનો જોશથી ભરેલા હોય છે. યુવા વસ્તીનો અર્થ કાર્યશીલ વસ્તી એવો પણ થાય. એટલે કે આજે ભારતમાં નાના બાળકો અને અકાર્યશીલ એવા વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે.

Visit Saurashtra Kranti Homepage here

આંખોમાં આશાઓ અને નવા નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કાંઈક કરી છૂટવાની ભાવના હોય છે. યુવાઓમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મૂઠ્ઠિમાં કરવાનું સાહસ હોય છે. આ જ સાહસ અને પ્રબળ ઇચ્છાશક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે. યુવાન શબ્દ જ મનમાં એક નવી ઊંચાઈ તરફ જવાનો અને ઉમંગ પેદા કરવાવાળો શબ્દ છે.

આપણા જીવનમાં યુવાનીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. આ જ સમયગાળા દરમિયાન આપણે આપણું તથા સાથે સાથે વ્યાપક અર્થમાં રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરતા હોઈએ છીએ. એટલે જ કહેવાય છે કે આજના નવયુવાનો એ દેશનું ભવિષ્ય છે.

જો આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ જીલ્લાના યુવાનો ગેરમાર્ગે દોરાતા હોય તેવા બનાવોમાં વધારો જોવા મળ્યો છે. કારણકે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનેગારોને પકડવા વોચ રખાતી હોય છે તેમાં યુવાનો પણ વધુ પ્રમાણમાં પકડયા છે જે ખરેખર ગંભીર બાબત છે કે કારણ કે 18 થી 25 વર્ષની ઉમરે ગુનેગાર બની જાય તો આગળ જતા તે શું શું કરી શકે તે પણ વિચારવા જેવી વાત છે.

રાજકોટ શહેરના ક્રાઇમના આંકડા પર નજર નાખીએ તો ખાલી છેલ્લા ચાર જ દિવસમાં 10 થી વધુ 18 થી 25 વર્ષના યુવાનો પોલીસની ઝપટે ચડી ગયા છે. આ યુવાનોના નામે વિદેશી દારૂની હેરફેર, દારૂ પીને બહાર નીકળવું, હથીયાર સાથે રાખી જાહેરનામાનો ભંગ કરવો, દેશી દારૂ સાથે પકડાવવું, સહિતના ગુના નોંધાયા છે. જો આ જ ઉમરે આ નવયુવાનો આવા કામ કરેતો હજુ આગળ જતા શું શું ન કરી શકે તે સમાજ માટે પણ ચિંતાનો વિષય છે.

આવા યુવાનોને માર્ગદર્શન આપીને આવા કામો કરતા ખરેખર રોકવા જોઇએ અને આવા કામોમાંથી બહાર આવી દેશ માટે કંઇક કરે તેવા પ્રયત્નો કરવા જોઇએ. રાજકોટના આ યુવાનો ન કરવાનું કરીને બતાવે છે આ લોકોને દારૂ વેચવા કે પીવા માટે પણ મળી જાય છે. તે ખરેખર સારી વાત ગણી શકાય નહીં. આ અંગે પોલીસે કંઇક કડક વલણ અપનાવી અટકાવવા પ્રયત્નો કરવા જોઇએ.

યુવા શક્તિ વરદાન છે કે પડકાર એ મહત્વપૂર્ણ છે કારણ કે યુવા શક્તિનો જો સાચા માર્ગે ઉપયોગ ન કરવામાં આવે તો એ સમાજ અને રાષ્ટ્રના ભાવિ માટે અંધકાર બની શકે છે. સાથે સાથે જો આજના આ યુવા વર્ગને કોઈ સાચી રાહ ચીંધવામાં આવે તો એ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે વિકાસની એક કડી સાબિત થઈ શકે છે. યુવાઓ ક્યારેક મનમાનિ પણ કરે છે અને આજના ટેકનોલોજીના યુગમાં તેમને યોગ્ય માર્ગદર્શન ન મળે તો તે ઝડપથી દિશાહીન બની જાય છે. ક્યારેક કેટલાક અસામાજિક તત્વો કે સ્થાપિત હિત ધરાવતા સંગઠનો આવા યુવાઓને નકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે.

જીવનમાં લક્ષ્યનો અભાવ આજના નવયુવાનોને ભ્રમિત કરી શકે છે. આજનો યુવાન એ પણ નથી જાણતો કે શું કરવાનું છે, શું થઈ રહ્યું છે અને આખરે એમનું ભવિષ્ય શું છે ? ધૈર્યનો અભાવ, આત્મવિશ્ર્વાસનો અભાવ, નશો, લાલચ, વાસના, ચોરી વગેરે જેવા દુષણો આજના યુવામાં ઝડપથી ઘર કરી રહ્યા છે. આજની આપણી આધુનિક શિક્ષણ પ્રણાલી પણ આ માટે જવાબદાર છે. સંસ્કાર અને સમયના સદુપયોગની કોઈ સમજ જ ન હોય તેમ બહારથી દેખાતા ભૌતિક સુખો પાછળની ભાગદોડ આજની આ યુવા પેઢીને વિકૃત બનાવી રહી છે.

નાની ઉંમરમાં જ કિશોરો દારૂ, ડ્રગ્સ અને ડાન્સબાર વગેરેના સંકંજામાં ફસાઈ જાય છે. વધતી જતી નશાકીય પ્રવૃત્તિઓને કારણે ચોરી, બળાત્કાર, લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. હકીકતમાં દુનિયાના કોઈપણ દેશની પ્રગતિનો આધાર તે દેશની યુવા શક્તિ છે. આપણા દેશમાં બદલાતી પરિસ્થિતિ સાથે યુવાનોને જોડવાની તથા નવી ટેકનોલોજી અને દેશની જરૂરિયાતો સાથે તેમને જોડવાની તાતી જરૂર છે.

Read About Weather here

આપણી શિક્ષણ પદ્ધતિ બ્રિટિશકાળની ક્લર્ક અને સરકારી નોકરીયાતો પેદા કરતી પદ્ધતિ છે. જે સમય સાથે જિર્ણ થઈ ગઈ છે. આજના યુવાનને એવા શિક્ષણની જરૂર છે જે તેને વ્યવસાય સાથે જોડે. રોજગારના નવા અવસરો ઉભા કરી આપણી આ શક્તિને તેની સાથે જોડવાથી ટકાઉ અને ઝડપી વિકાસનું લક્ષ સરળતાથી હાંસલ કરી શકાય તેમ છે. વિશ્ર્વના તમામ દેશો માટે ક્યારેક જ આવતી આવી વસ્તીની તરાહની તક આપણને આજે મળેલ છે. જો તેનો યોગ્ય અને વ્યવહારૂ લાભ નહિ લેવાય તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here