જેમને કર્તવ્ય કરતા જાનની ચિંતા હોય એ લોકોએ દેશના ઉંચા હોદા સંભાળવા ન જોઈએ: પંજાબનાં મુખ્યમંત્રીનો કટાક્ષ

જેમને કર્તવ્ય કરતા જાનની ચિંતા હોય એ લોકોએ દેશના ઉંચા હોદા સંભાળવા ન જોઈએ: પંજાબનાં મુખ્યમંત્રીનો કટાક્ષ
જેમને કર્તવ્ય કરતા જાનની ચિંતા હોય એ લોકોએ દેશના ઉંચા હોદા સંભાળવા ન જોઈએ: પંજાબનાં મુખ્યમંત્રીનો કટાક્ષ
પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીતસિંઘ ચન્નીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનાં વિધાનને ટાંકીને ભાજપ પર સીધો કટાક્ષ કર્યો હતો. ચન્ની એ ટકોર કરી હતી કે, જે લોકોને કર્તવ્ય કરતા વધુ પોતાના જાનની ચિંતા હોય તેમણે ભારત જેવા મહાન દેશમાં મોટા હોદ્દાઓની જવાબદારી સ્વીકારવી ન જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

પંજાબનાં આઝાદી વીરોનાં ફોટા સાથે ટ્વીટ કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશની આઝાદીમાં ભાગ લેનાર સૌથી વધુ આઝાદી સેનાનીઓ પંજાબનાં હતા. એનડી ટીવીને આપેલી મુલાકાતમાં ચન્ની એ વડાપ્રધાનની સુરક્ષાને ખૂની ઈરાદા સાથે ભયમાં મુકવાનો પંજાબ સરકાર પર આક્ષેપ કરનાર ભાજપને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ સીધો સવાલ કર્યો હતો કે, એમની (મોદી) જાન પર ક્યાં ખતરો હતો?

એમની આસપાસ 1 કિમી વિસ્તારમાં કોઈ ન હતું. એક પથ્થર ફેંકયો નથી, એક ગોળી છૂટી નથી, કોઈ એ સુત્રો પોકાર્યા નથી. છતાં મોદી કહે છે કે, હું જીવતો પાછો ફર્યો. દેશના મોટા નેતાનાં હોદ્દામાં આવા શબ્દો શોભતા નથી. તમને લોકોએ વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા હોય ત્યારે જવાબદારી સાથે નિવેદન કરવા જોઈએ. તમે તો એવું કહો છો કે અમે વડાપ્રધાનને મારવા માંગતા હતા.

Read About Weather here

કોંગ્રેસે પણ ભાજપનાં દાવાઓ અને આક્ષેપોની ટીકા કરી છે. કોંગ્રેસે સ્પષ્ટ દાવો કર્યો છે કે, વડાપ્રધાનનો જાન ખતરામાં મુકાયો જ નથી. રાજ્ય તંત્રને જાણ કર્યા વિના કાફલા માટે નવો માર્ગ પસાર કરવામાં આવ્યો હતો. મોદી હેલિકોપ્ટરથી ફિરોઝપુર જવાના હતા અને અચાનક કાર્યક્રમ બદલાયો હતો. ભાજપ માત્ર રાજકીય લાભ ખાટવા માંગે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here