રાજકોટના રૂગનાથજી મંદિરના 133માં પાટોત્સવની ભવ્ય ઉજવણી

RAJKOT-MANDIR-રાજકોટ
RAJKOT-MANDIR-રાજકોટ

Subscribe Saurashtra Kranti here

આ મંદિર નું સંચાલન રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે

રાજકોટ

મોઢવણિક મહાજન ટ્રસ્ટ સંચાલિત

પાટોત્સવ પ્રસંગે મંદિર વ્યવસ્થાપન સમિતિના હોદેદારોની નિમણૂંક કરાઇ

સમગ્ર મોઢવણિક સમાજના ઇષ્ટદેવ રૂગનાથજી (રામચંદ્રજી) ભગવાનનું બોધાણી શેરી, સોની બજાર સ્થિત મંદીર નો તાજેતર માં 133 મો પાટોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ અને ધાર્મિક અનુષ્ઠાન, મહાઆરતી સાથે ઉજવાયો હતો.

ઇષ્ટદેવ રૂગનાથજી મંદિર ની સ્થાપના મહાવદ-7 સવંત 1943 (ઇ.સ. 1887) નાં રોજ શ્રીમતી પ્રેમબાઈ દેવચંદભાઈ વોરા દ્વારા સમસ્ત મોઢવણિક સમાજ નાં કલ્યાણાર્થે કરેલી હતી. આ મંદિર નું સંચાલન રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિરનાં 133 માં પાટોત્સવ પ્રસંગે શ્રીજી નો અભિષેક, આંગી, પૂજા, શણગાર, અન્નકોટ, ધ્વજારોહણ, અને મહાઆરતી કરવામાં આવેલ પ્રવર્તમાન કોરોનાકાળ ને કારણે અને મંદિર ગીચ વિસ્તાર માં હોવાથી અન્ય ઉજવણી રદ કરી માત્ર આમંત્રિતો ની હાજરીમાં પ્રસંગ ઉજવાયો હતો.

Read About Weather here

પાટોત્સવ પ્રસંગે મહાઆરતી માં સમાજ અગ્રણી કિરીટભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, અનુપમભાઈ દોશી, કિશોરભાઇ વોરા, ભુનેશભાઇ કલ્યાણી, કેતનભાઈ મેસવાની સહિતના ઉપસ્થિત રહયા હતા. મંદિરનાં પાટોત્સવ ને સફળ બનાવવા રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ ના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા, ઉપપ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વીન વડોદરિયા, સહિતે જહેમત ઉઠાવી હતી.
આ તકે રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશ વોરાએ રૂગનાથજી મંદિર વ્યવસ્થાપન સમિતિના ક્ધવીનર તરીકે સાવન ભાડલીયા અને સહક્ધવીનર તરીકે યતિન ધ્રાફાણીની વરણીની જાહેરાત કરેલ અને સમગ્ર સમાજે નવનિયુકત હોદેદારો ને શુભેચ્છા પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here