મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો વિચાર પણ ના કરતા નહીંતર..: રાઉત

    Sanjay-Raut-maharashtra-મહારાષ્ટ્ર
    Sanjay-Raut-maharashtra-મહારાષ્ટ્ર

    Subscribe Saurashtra Kranti here

    મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે શિવસેના સાંસદની સરકારને ચેતવણી

    મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકે, રાષ્ટ્રપતિ શાસન લગાવાનું વિચાર્યું તો આ આગ તેમને પણ સળગાવી દેશે


    મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વિરોધપક્ષોની માગણી

    શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચાર અને ખંડણી-વસૂલના કામ માટે પોલીસતંત્ર પર કરાતા દબાણના આરોપને પગલે રાજકારણમાં જોરદાર ગરમાટો ફેલાઈ ગયો છે. એમણે પોતાનો આરોપ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કર્યો છે. મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી ઉપરાંત રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, વંચિત બહુજન આઘાડી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીઓએ આ પ્રકરણમાં વિસ્તૃત તપાસ કરવાની માગણી કરી છે. ભાજપ અને તેના સહયોગી આરપીઆઈએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી છે.

    ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા અને સંસદસભ્ય નારાયણ રાણેએ માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહૃાું છે કે અમે રાજ્યપાલ (ભગતસિંગ કોશ્યારી)ને મળીશું અને એમને કહીશું કે તેઓ મહારાષ્ટ્રમાંની પરિસ્થિતિની જાણ રાષ્ટ્રપતિને કરે. રાષ્ટ્રપતિ શાસનની માગણી આરપીઆઈના રામદાસ આઠવલે અને વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે કરી છે.


    મહારાષ્ટ્રની સરકારમાં મચેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઈને સંજય રાઉતે કહૃાુ કે જો સરકાર યોગ્ય તપાસ માટે તૈયાર છે તો પછી વારંવાર રાજીનામાની વાત કેમ કરી રહી છે.

    સંજય રાઉતે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પ્રયત્ન થઈ રહૃાો છે પરંતુ જે આવુ પગલુ ઉઠાવી રહૃાા છે તેમના માટે યોગ્ય હશે નહીં. જો આવુ વિચાર્યુ તો હુ ચેતવણી આપુ છુ કે આ આગ તેમને પણ સળગાવી દેશે.

    શિવસેના સાંસદ સંજય રાઉતે કહૃાુ કે જો એનસીપી પ્રમુખ શરદ પવારે એ નક્કી કર્યુ કે અનિલ દેશમુખની ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં તથ્ય નથી તો તેમની તપાસ થવી જોઈએ. સંજય રાઉતે કહૃાુ કે જો અમે બધાના રાજીનામા લેતા રહીશુ તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ જશે.

    સંજય રાઉતે કહૃાુ કે જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે ત્યાં સુધી તમામ કેસની તપાસ યોગ્ય રીતે કરવામાં આવશે. શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યુ કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્ર્નરના ખભા પર બંદૃુક રાખીને ગોળી ચલાવવામાં આવી રહી છે, વિરોધી પક્ષ લોકોને ગુમરાહ કરી શકે નહીં.

    Read About Weather here

    શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર પર નિશાન સાધતા કહૃાુ કે કેન્દ્રીય એજન્સીઓને મહારાષ્ટ્રમાં મોકલવાનો પ્રયત્ન થઈ રહૃાો છે, અમે એનઆઈએને સહયોગ કરી રહૃાા છે. સુશાંત કેસમાં જ્યારે સીબીઆઈએ એન્ટ્રી લીધી, ત્યારે પરમબીર જ કમિશ્ર્નર હતા પરંતુ સીબીઆઈ કંઈ નવુ શોધી શકી નહીં.

    સમગ્ર વિવાદ પર સંજય રાઉતે કહૃાુ કે ત્રણેય પાર્ટીઓમાં જે પણ નક્કી થયુ છે, અંતિમ નિર્ણય કેબિનેટના મંચ પર મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. સંજય રાઉતે કહૃાુ કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઈ વાળ પણ વાંકો કરી શકે નહીં અને સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here