રાજકોટના બાળકો-તરૂણો માટેના મેદાનો એટલે આત્મા વગરના ખોળીયા

રાજકોટના બાળકો-તરૂણો
રાજકોટના બાળકો-તરૂણો

રમત ગમત માટે ગણ્યા ગાંઠયા મેદાનો બચ્યાં છે એ પણ દબાણોનો શિકાર, શારા સમયમાં બાળકોને ખેલકુદનું કૌશલ્ય વિકસાવવાની તકને જ રૂંધી નખાઇ, રેસકોર્ષ અને શાસ્ત્રી મેદાન જેવા વિસ્તારો એટલે કચરાની ડમ્પીંગ સાઇટ તેમજ પાથરાણા અને ફુગ્ગાવાળાઓનું ધરાર નિવાસ સ્થાન, તંત્ર વાહકો દ્વારા શહેરના બાળકો અને તરૂણો માટે મેદાનોને ચોખ્ખા બનાવવા જરૂરી

રાજકોટ શહેર વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ચારેય દિશામાં સતત વિસતરતુ અને ફેંલાતુ જાય છે. જાત જાતની સુવિધાઓ, બાગ-બગીચા, ટાઇલ્સથી મઢેલી ફુટપાથો અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓનો દાવો કરીને મહાનગરના નિયોજકો પોરસાતા રહે છે અને શહેર ઝડપથી વિકાસ કરી રહયું હોવાનું કહીને એક બીજાની પીઠ થાબડતા રહે છે. એ ભલે એક બીજાની પીઠ પર હાથ પસવારતા રહે તેની સામે કોઇને વાંધો નથી પરંતુ વિકાસની આ યાત્રામાં એક મહત્વની સુવિધા આપણી ભાવી પેઢીના હાથમાંથી સરી જતી કોઇને દેખાતી નથી એ ઘણી દુ:ખદ હકિકત છે.

Subscribe Saurashtra Kranti here

કોઇ પણ શહેર રમત-ગમતની વ્યવસ્થા ધરાવતા ચોખ્ખા અને સાફસુતરા મેદાન વગર અધુરૂ ગણાય છે. આમ પણ રાજકોટ શહેરમાં બાળકો અને તરૂણો માટે રમત-ગમતનું કૌશલ્ય વિકસાવવા માટે મેદાનોની પહેલેથી અછત રહી છે. આંગણીના વેઢે ગણાય એટલા જ મેદાનો બચ્યા છે અને જે રહી સહી ગયા છે એ પણ આત્મ વગરના ખોળીયા જેવા થઇ ગયા છે. આ પરિસ્થિતિ તરફ નગર નિયોજકોનું પણ કદી ધ્યાન ગયું નથી એ વિચાર કરીને મીડિયા જેટલુ આશ્ર્ચર્ય ચકિત છે એટલા જ વાલીઓ પણ દુ:ખી અને સ્તબ્ધ છે.

અત્યારે તો કોરોના મહામારીને કારણે બહુ ભીડ ભેગી કરી શકાતીનથી. આ સમય હંમેશ માટે રહેવાનો નથી સારા દિવસો ફરીથી આવવાના જ છે. ત્યારે બાળકો માટે અને તરૂણો માટે એક સારી સાંજ પસાર કરવાની અને જાત જાતની રમતો રમીને ખેદ કુદનું કૌશલ્ય પ્રાપ્ત કરવાની સાથે સાથે શારીરીક ચુસ્તી અને સ્ફુર્તી પ્રાપ્ત કરવા માટે એક સારૂ મેદાન હોવું અતિ આવશ્યક હોય છે. પરંતુ આવડા મોટા મહાનગરમાં જે એક બે મેદાનો થોડા ખાલી પડયા છે એ પણ અત્યારે તો બાળકો અને તરૂણો માટે રમવાને લાયક રહયા નથી.

Read About Weather here

રેસકોર્ષ પાસેનું મેદાન અને શહેરની વચ્ચે હદયસમા વિસ્તારમાં આવેલુ શાસ્ત્રી મેદાન કચરો અને ગંદકી ફેંકવાની દમ્પીંગ સાઇટ જેવા બનીને રહી ગયા છે.અહીં ખાલી ખમ મેદાનોમાં હંમેશા પડયા પાથરયા રહેલા ફુગ્ગા અને બેટ વેચવાવાળા તથા પાથરણાવાડાઓ માટે આ મેદાનો કાયમી ધરાર નિવાસ સ્થાન બનીને રહી ગયા છે. એમની તમામ પ્રાત: ક્રિયાઓ આ મેદાનમાં જ થતી હોય છે જેના કારણે અહીં રમવાનું તો દુર રહયું પણ અહીંથી પસાર થવાનું પણ મુશ્કેલ બની જાય એટલી દુર્ગંધ દિવસ-રાત હવામાં ફેંલાતી રહે છે.

સાંજ પડે એટલે જાત-જાતની રેકડીઓ ધંધો કરવા માટે ધંધાર્થીઓ લાવીને ઉભી રાખી દે છે. ખાનગી બસોના સંચાલકો માટે તો મફતમાં બસોનું ગેરેજ બનાવી દેઇને આ મેદાનોનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આસપાસના દવાખાના અને કોર્મ્સીયલ ઇમારતોમાં કામકાજ કરતા તથા આવતા જતા લોકોના વાહનોનું પાર્કીંગ પણ આ મેદાનમાં થાય છે. તંત્ર વાહકોને આ બધુ કેમ નજરે ચડતું નથી અને મેદાનો શહેરની યુવા પેઢી માટે કેમ ખાલી કરાવવામાં આવતા નથી એ સવાલનો જવાબ મેળવવા માટે આપણે હાજર જવાબી બિરબલનો સંપર્ક કરવો પડે એ સિવાય કોઇની પાસે આ જવાબ નથી. તંત્ર જેટલુ જલ્દી જાગે એટલુ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here