મુંબઇમાં મેઘ તાંડવ વચ્ચે ઇમારત ધરાશાયી : કુલ 11નાં મોત

mumbai
mumbai


મલાડમાં ર્જજરીત ઇમારત બેસી પડી, 7ને ઇજા વધુ15નું રેસ્કયુ, બુધવારે મહાનગરના પરા વિસ્તારોમાં 7 થી 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, સાંતાક્રુઝ જેવા અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું, જનજીવન સ્થગીતમહાનગર મુંબઇમાં બુધવારે આખો દિવસ ભારે ધોધમાર અને મુસળધર વરસાદ ચાલુ રહેતા મેઘ તાંડવને પગલે ગઇકાલે રાત્રીના સમયે મલાડમાં 4 માળની એક જુની ઇમારત ધસી પડી હતી. પરીણામે 11 લોકોના મૃત્યુ થયાનું જાહેર થયું હતું.

બિલ્ડીંગના કાટમાળમાંથી કુલ 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ 11 રહેવાસીઓનું મૃત્યુ નીપજયું હતું જયારે 7ને ગંભીર ઇજા થઇ હતી અન્ય 15 રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. મલાડના માલવણી વિસ્તારમાં આ ઘટના બની હતી.મુંબઇના સાંતાક્રુઝ સહિતના પરા વિસ્તારોમાં મેઘ રાજાએ દિવસભર બધડાતી બોલાવી હતી અને 7થી માંડીને 11 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાયી હતી. મુંબઇની આસપાસતો ભારે વરસાદ ચાલુ રહયો હતો પરીણામે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

એકલા સાંતાક્રુઝમાં 6 કલાકમાં 164.8 મીમી વરસાદ પડયાનું નોંધાયું હતું હજુ વધુ ભારે વરસાદ થવાની આગાહી છે.ગઇકાલે રાત્રે ભારે વરસાદ દરમ્યાન મલાડના માલવણી વિસ્તારની 4 માળની ર્જજરીત ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. આથી ફાયર બ્રિગેડ અને પોલીસન ટુકડીઓ ધસી ગઇ હતી. ભારે વરસાદને કારણે બચાવ અને રાહતમાં ભારે તકલીફ ઉભી થઇ હતી. એમ્બયુલન્સ સાથે ફાયર બ્રિગેડ અને બ્રુહદ મહાનગરપાલિકાના જવાનોએ રાતભર રેસ્કયુ કામગીરી કરી હતી. મુંબઇ ઝોન-11નાં ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, ગીચ વસ્તી હોવાથી અને ઘટના સ્થળે પહોંચવાનો રસ્તો સાવ ટુંકો હોવાથી રાહત અને બચાવ કામગીરીમાં ખુબ મુશ્કેલી પડી હતી.

Read About Weather here

ઘટનાને નજરે જોનારા શાહ નવાઝ ખાને જણાવ્યું હતું કે, આ ઇમારતમાં માત્ર 3 પરિવારોજ રહેતા હતા. મરનારમાં અમુક બાળકો પણ હોવાની ભીતી સેવાય છે. દરમ્યાન મુંબઇ નગર નીગરમે આવી બીજી ત્રણ ખતરનાક ઇમારત એકદમ ખાલી કરાવી દીધી છે. મુંબઇમાં અનેક નીચાણ વાળા વિસ્તારો હજુ પાણીમાં ડુબેલા છે જેને કારણે પરાની ટ્રેન સેવાઓમાં અવરોધ ઉભો થયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here