રાજકોટથી આટકોટના રોડ માર્ગનું નિરીક્ષણ કરાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી.પરવાડીયા હોસ્પિટલના લોકાપર્ણ માટે આગામી તા.28ને શનિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. ફાયર સેફટી, મેડિકલ ટીમ, હોટ લાઇનની વ્યવસ્થા સહિતના મુદ્ાઓ અંગે ગઇકાલે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોની બેઠક વ્યવસ્થાનું સુચક આયોજન કરવા તાકિદ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સભા સ્થળ પર સામાન્ય જનતાના આરોગ્યની કાળજી રાખીને એકસ્ટ્રા એમ્બ્યુલન્સ, સિનિયર ડોકટર અને ફિઝિસયન ટીમને સ્ટેન્ડબાય રાખવા સુચના આપી હતી. રાજકોટ ખાતે તા.28મીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગમન થશે. આજે સાંજે રાજકોટ એરફોર્સથી આટકોટ સુધીના હવાઇ માર્ગનું લેન્ડીંગ ટ્રાયલ કરાશે. 12 પાયલોટ, એરફોર્સ તથા એવીએસનો સ્ટાફ, ક્રુ મેમ્બર્સ રાજકોટ ખાતે આવી પહોંચશે. રાજકોટથી આટકોટના રોડ માર્ગનું આજે નિરીક્ષણ કરવામાં આવશે. સાથોસાથ 28મીના રોજ સરધારથી ભાવનગર આવેલા જવાનોને જવા માટેનો માર્ગ ડાયવર્ઝન કરવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા આટકોટ ખાતે ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ, આરએનડી, એર ઇન્ડિયા, એરપોર્ટ ઓર્થોરીટી, એરફોર્સ સહિતનો સ્ટાફ આટકોટ ખાતે આવી પહોંચ્યો છે.

Read About Weather here

આટકોટ ખાતે ત્રણ અને જસદણ ખાતે બે હેલીકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના કેબિનેટ મંત્રીઓનો કાફલો તેમજ પીએમઓ કચેરીનો સ્ટાફ 27મીએ રાજકોટ આવી જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટમાં દોઢ કલાકનું ટુંકુ રોકાણ કરશે. આટકોટમાં સવારે 10 વાગ્યાની આસપાસ નરેન્દ્રભાઇ મોદી આવી પહોંચવાની સંભાવના છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ ખાતે કે.ડી.પી હોસ્પિટલનું લોકાપર્ણ કરનાર છે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે.જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આટકોટ આસપાસના વિસ્તારને ર8મીએ નો-ફલાય ઝોનમાં મૂકી દીધો છે. સતાવાર કાર્યક્રમ હવે જાહેર થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here