પોલીસ અધિકારીઓ અને પ્રજાના સહકારથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત અને પારદર્શક બનાવીશું: રાજુ ભાર્ગવ

પોલીસ અધિકારીઓ અને પ્રજાના સહકારથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત અને પારદર્શક બનાવીશું: રાજુ ભાર્ગવ
પોલીસ અધિકારીઓ અને પ્રજાના સહકારથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત અને પારદર્શક બનાવીશું: રાજુ ભાર્ગવ
રાજકોટના બહુ ચર્ચિત કમિશનકાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચા કે મુહિમ તેજ બની હતી. તાજેતરમાં પો.કમીશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂંક કરવામાં આવી છે. નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. કમિશનરનો ચાર્જ સંભાળનાર નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, સરકારે જે વિશ્ર્વાસ અને ઉમ્મીદ સાથે મારી અહીં નિમણૂંક કરી છે એ બદલ હું પ્રજાને વિશ્ર્વાસ આપું છે પોલસ સામે જે પ્રકારના પડકારો છે એના ઉકેલ માટે દરેકના સહકાર મેળવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સ્વચ્છ અને પારદર્શક બનાવવાશે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ અધિકારીઓ અને પ્રજાના સહકારથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત અને પારદર્શક બનાવીશું: રાજુ ભાર્ગવ અધિકારીઓ

સાથો સાથ ટ્રાફિકની વિકટ સમસ્યાના નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. રાજકોટના 27 માં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર આઇપીએસ રાજુ ભાર્ગવ આજે ગુરૂવારે બપોરે સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે પોલીસ બેન્ડ સાથે ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી સુભાષકુમાર દેસાઇ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પુષ્પગુચ્છથી તેમનું અદકેરું સ્વાગત કર્યું હતું.રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, આવી પરિસ્થિતી કઇ રીતે સર્જાઇ એ જાણવું પડશે. હું કોઇ જાદુગર નથી કે, ચેપલીમાંથી છડી કાઢીને એક ઝાટકે બધું સમુસુતરું કરી શકું.

પોલીસ અધિકારીઓ અને પ્રજાના સહકારથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત અને પારદર્શક બનાવીશું: રાજુ ભાર્ગવ અધિકારીઓ

Read About Weather here

પરંતુ એટલો વિશ્ર્વાસ આપું છું કે, પોલીસ અધિકારીઓ અને પ્રજાના સહકારથી કાયદો વ્યવસ્થાની સ્થિતી વધુ મજબૂત અને પારદર્શક બનાવીશું. આ માટે પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છ મહિના પછી ચૂંટણી છે તેમજ તહેવારો પણ નજીક હોવાથી કાયદો વ્યવસ્થા અને સુરક્ષામાં કોઇ કચાશ રાખવામાં નહીં આવે. રાજકોટ પોલીસ સમક્ષ કેવા કેવા પડકારો છે, પ્રજાને પોલીસ પાસે શું અપેક્ષા છે, ગુનાખોરી કઇ પ્રકારની છે એ સહિતની પરિસ્થિતિ સમજવામાં અને તેનો ઉકેલ કઇ રીતે લાવવો તેના પ્લાનીંગ માટે થોડો સમય લાગશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here