રહીશોનો હોબાળો…!

રહીશોનો હોબાળો...!
રહીશોનો હોબાળો...!
ગોધરા નગરપાલિકા સ્વચ્છતામાં આગળ હોવાના બંણગા ફુંકી રહ્યા છે. ત્યારે ચિત્રા ખાડી વિસ્તાર પાસેની ખાનગી ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ થઇ જતાં તેનું દૂષિત પાણી ચિત્રા ખાડી વિસ્તારમાં ઘૂસી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગોધરા નગર પાલીકાના વોર્ડ-1 અને વોર્ડ 4 એમ બે વોર્ડમાં સમાવેશ થતો એવો ખાડી ફળિયાનો ચિત્રા ખાડીમાં હાલ દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.  

દૂષિત પાણી 100 જેટલા મકાનના ઘરના દરવાજા સુધી પહોંચી જતાં સ્થાનિકોને ઘરની બહાર નીકળી શકાતું નથી. વધુમાં ભૂગર્ભ ગટરનું પાણી લગ્નમંડપમાં પહોંચતાં ચૌહાણ પરિવારે પોતાની દીકરીનો લગ્નપ્રસંગ બંધ રાખવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે 4 દિવસમાં 2 બાળકો બીમાર પડ્યાનું રહીશો જણાવી રહ્યા છે. ખાનગી ડ્રેનજ લાઇન પુરાઇ જવાથી દૂષિત પાણીના નિકાલ કરવા પાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકાએ કાર્યવાહી ન કરતાં સોમવારે વિસ્તારના 100 થી વધુ રહીશોએ પાલિકા પર હોબાળો મચાવ્યો હતો.

ગોધરા પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું કે, ચિત્રા ખાડી ફળિયાના રહીશો મળીને ગયા છે. એન્જિનિયરને જાણ કરી છે. સ્થળ તપાસ કરીને રિપોર્ટ આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આગળથી જવાનો રસ્તો બંધ કરવાથી ડ્રેનેજ લાઇન બંધ થવાથી પ્રોમ્બલ થયો છે.

સ્થાનિક રહીશ ફારુક શેખે જણાવ્યું કે, અમારા ચિત્રા ખાડી ફળીયામાં છેલ્લા 7 વર્ષથી ગટરો ઉભરાવાની સમસ્યા છે. ખાનગી ભૂર્ગભ ગટર લાઇન ઉભરાઇ જવાથી તેનું ગંદુ પાણી અમારા વિસ્તારમાં ઘૂસી જતાં અમારા ઘર સુધી દૂષિત પાણી ભરાઇ ગયા છે.

Read About Weather here

અમારાથી અમારા ઘરની બહાર નીકળી શકાતું નથી. અમે કલેક્ટર અને પાલિકામાં અનેકવાર રજૂઆત કરી પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here