હુ હુ હુ… કડકડતી ઠંડી

હુ હુ હુ... કડકડતી ઠંડી
હુ હુ હુ... કડકડતી ઠંડી
છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનું જોર વધ્યું હતું અને એક દિવસ પહેલા તાપમાનનો પારો ગગડીને પાંચ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ઉત્ત્।ર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વચ્ચે રાજસ્થાનના હિલ સ્ટેશન અને ગુજરાતીઓના ફેવરિટ તેવા માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ માઉન્ટ આબુના તાપમાનમાં દ્યટાડો થઈ રહ્યો છે.

શિયાળામાં પણ માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં અહીં ફરવા આવેલા લોકો પણ ઠુંઠવાયા હતા. જો કે, તેમણે આવી કાતિલ ઠંડી વચ્ચે નકી લેકમાં બોટિંગ કરવા સહિતની મજા પણ માણી હતી.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પર્યટકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગત શનિવાર-રવિવારના દિવસે તો માત્ર નકી લેક જ નહીં પરંતુ ગુરુશિખર, દેલવાડા સહિતની જગ્યાઓ પર પણ એટલી ભીડ હતી.

પર્યટકોએ ઠંડીની વચ્ચે વહેલી સવારે અને મોડી રાતે તાપણું કરતાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુ એ ગુજરાતીનું પ્રિય સ્થળ છે. મોટાભાગના ગુજરાતીઓ કોઈ તહેવારની રજા પર અથવા વીકએન્ડ પર પરિવાર સાથે અહીંયા પહોંચી જતા હોય છે.

ગુજરાતની વાત કરીએ તો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્ત્।રપૂર્વીય દિશામાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધશે. સમગ્ર રાજયમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો થશે. ઉલ્લેખનીય છે

કે, ગત અઠવાડિયે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે બાદ જબરદસ્ત ઠંડી પડી હતી. ૧૦ ડિસેમ્બર બાદ ફરી આવી જ ઠંડી પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

Read About Weather here

 અત્યારે નલિયામાં સૌથી વધારે ઠંડી પડી રહી છે, જો કે અમદાવાદમાં પણ ઠંડી વધવાની છે. ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here