રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ
પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન દળોએ હવામાંથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલોથી લવીવના ઝોલોચિવ તેમજ ઉત્તરપૂર્વીય ખાર્કિવના ચુહુઈવ પર હુમલા કર્યા હતા. રશિયાએ પશ્ચિમી અને ઉત્તરપૂર્વીય યુક્રેન પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેનકોવે આ દાવો કર્યો છે.પ્રવક્તાએ દાવો કર્યો હતો કે મિસાઈલો દ્વારા યુક્રેનના ટેરિટોરિયલ ડિફેન્સ યુનિટ, ફ્યુલ સ્ટોરેજ સુવિધા તથા આર્મ્ડ વ્હીકલ રિપેર પ્લાન્ટને નિશાન બનાવાયા હતા. જો કે આ હુમલાથી જાનહાનિના અહેવાલો હજુ મળ્યા નથી.રશિયન સેનાના યુક્રેન પરના ભયાનક હુમલાઓ વચ્ચે બીજી તરફ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા પણ ચાલી રહી છે પરંતુ આ મંત્રણા ખાસ ફળદાયી ન નીવડી રહી હોવાનું એલીસી પેલેસનાં સૂત્રોએ જણાવ્યું હતું.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 41 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ રશિયા
રશિયાએ પશ્ચિમી અને ઉત્તરપૂર્વીય યુક્રેન પર ભીષણ મિસાઈલ હુમલા કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આટલા દિવસ વીતી ગયા છતાં બને દેશ એક બીજા પર હુમલાઓ કરી રહ્યાં છે. આ દરમિયાન કીવના બૂચામાં સામૂહિક નરસંહારની તસવીરો સામે આવ્યા બાદ રશિયન સૈનિકો પર યુદ્ધ અપરાધના આરોપ લાગી રહ્યાં છે. અહીં 400થી વધુ લાશ મળી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને હત્યારા તેમજ બળાત્કારી ગણાવ્યા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં UNના મહાસચિવે યુક્રેન યુદ્ધને સૌથી મોટા પડકારમાંથી એક ગણાવ્યો. ઝેલેન્સ્કીએ પણ UNSCમાં સંબોધન કર્યું અને કહ્યું કે રશિયા યુક્રેનને પોતાનો મૂક ગુલામ બનાવવા માગે છે.સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત ઝાંગ જુને કહ્યું કે યુક્રેનના બૂચામાં નાગરિકોના મોતને દર્શાવે છે જે રિપોર્ટ ઘણી જ પરેશાન કરનારી છે.

UNSCની બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે બીજિંગનું વલણ એ જ છે કે પ્રતિબંધો યુક્રેનનું સંકટ ઓછું નહીં કરે. તેમને અમેરિકા, નાટો અને યુરોપિયન સંઘ સાથે રશિયાની વાતચીત કરવાની અપીલ કરી.બૂચાના મેયર એનાટોલ ફોડોરકે વિસ્તાર છોડીને જઈ ચુકેલા નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હાલ ઘરે પરત ફરવાનું વિચાર ન કરે. તેમને કહ્યું કે વિસ્તારમાંથી રશિયન સૈનિક પરત ફરી છે પરંતુ હજુ પણ માઈન્સનો ખતરો છે. તેમને જણાવ્યું કે રશિયન કબાજ દરમિયાન 3700 લોકો બૂચામાં રહેતા હતા.ઇઝરાયેલના વિદેશ મંત્રી યાપર લેપિડે યુક્રેનમાં રશિયાના યુદ્ધ અપરાધની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમને એક નિવેદનમાં કહ્યું કે યુક્રેનથી સામે આવતી તસવીર એક ભયાનકતાની તસવીર રજૂ કરે છે. રશિયન સેનાએ એક રક્ષાહીન નાગરિક વસતિ વિરૂદ્ધ યુદ્ધ અપરાધ કર્યા છે.

UNSCમાં મહાસચિવે કહ્યું કે- માનવાધિકારો માટે સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુક્તના કાર્યાલયને વિશ્વનીય આરોપ મળ્યા છે કે રશિયન સેનાએ ઓછામાં ઓછા 24 વખત રહેણાંક વિસ્તારમાં ક્લસ્ટર હથિયારોનો ઉપયોગ કર્યો છે. આરોપ છે કે યુક્રેની સેનાએ પણ આવા હથિયારોનો ઉપયોગ કર્યો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.UNSCમાં રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે અમે ત્રણ અને ચાર માર્ચે ઈમરજન્સી બેઠકનો અનુરોધ કર્યો હતો પરંતુ તમે તેને નકારી દીધો… આ એક અપમાનજનક સ્થિતિ છે. રશિયાના પ્રતિનિધિએ કહ્યું, ‘જો તમે અમારા પ્રસ્તાવ પર સહમત નથી તો તમારે એક બેઠક કરવી જોઈતી હતી. અમારી અધ્યક્ષતા દરમિયાન અમે યુક્રેન પર થયેલી છ બેઠકમાંથી કોઈના પણ આયોજનનો ઈનકાર કર્યો ન હતો.’બૂચા અને યુક્રેનના અન્ય શહેરોમાં હિંસાને લઈને ઝેલેન્સ્કીએ UNSCમાં કહ્યું કે રશિયાની સેના અને આવા આદેશ આપનારને યોગ્ય સજા મળવી જોઈએ. તેમને કહ્યું કે રશિયાને સુરક્ષા પરિષદમાંથી બહાર કરવાની જરૂર છે.

જો તમને લાગે છે કે ઈન્ટરનેશનલ કાયદાનું માન છે તો તમારે લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.UNSCની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સવાલ કર્યો કે UNSCએ જે સુરક્ષા આપવી જોઈએ તે કયાં છે? તેમને કહ્યું કે યુક્રેનમાં રશિયાની હરકતનું પરિણામ બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદનું સૌથી ભીષણ યુદ્ધ ગુનો તરીકે જોવો જોઈએ. ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યા કે રશિયા યુક્રેનને મૂક ગુલામ બનાવવા માગે છે અને કહ્યું કે રશિયાની તેમની હરકતને લઈને જવાબદાર ગણાવવું જોઈએ. આ સાથે જ તેમને અધિક પ્રભાવી સંયુક્ત રાષ્ટ્ર માટે સુધારા કરવાનો પણ આગ્રહ કર્યો.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન સૈનિકોના કૃત્ય આતંકવાદીઓથી અલગ નથી.

ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન સૈનિકોએ જાતીય અને ધાર્મિક એકમોને નષ્ટ કરવાની નીતિ પર કામ કર્યું જે બાદ હુમલાઓ વધાર્યા અને અનેક નિર્દોષના જીવ લીધા. તેમાંથી ઘણાં લોકોની હત્યા રસ્તા પર કરી નાખી, કેટલાંકને કુંવામાં ફેંકી દીધા. લોકોની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી અને ઘરો પર ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા.યુક્રેનની રાજધાની કીવમાં એકસાથે 410 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમાંથી ઘણાના હાથ બાંધેલા હતા અને કપાળમાં ગોળી વાગી હતી. યુક્રેનની આ તસવીરે બધાને ડરાવ્યા છે. આ દરમિયાન એક અમેરિકન કંપની દ્વારા કીવના કેટલાક સેટેલાઇટ ફોટો જાહેર કરવામાં આવ્યા છે.

Read About Weather here

એવો દાવો કરવામાં આવે છે કે આ મૃતદેહોને દફનાવવા માટે કિવના એક ચર્ચમાં 45 ફૂટ લાંબો ખાડો ખોદવામાં આવ્યો છે. EUના વિદેશ નીતિ બાબતના વડા જોસફ બોરલે કહ્યું કે રશિયાના અધિકારીઓ આ અત્યાચારો માટે જવાબદાર છે. તેમણે આ અત્યાચારો ત્યારે કર્યાં કે જ્યારે આ ક્ષેત્ર તેમના અંકૂશ હેઠળ હતું.યુરોપિયન યુનિયન (EU)ના અગ્રણી રાજદ્વારીઓએ પણ રશિયન સેના તથા યુક્રેનના સામાન્ય નાગરિકો સામેના અત્યાચારની આકરી ટીકા કરી છે અને રશિયા ઉપર નરસંહારનો આરોપ મુક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here