શ્રીલંકા કટોકટી…!

શ્રીલંકા કટોકટી…!
શ્રીલંકા કટોકટી…!
દેશની આર્થિક મોરચે મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અગાઉ ઇમર્જન્સી લાદવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકામાં 1લી એપ્રિલના રોજ લાગૂ કરવામાં આવેલી ઇમર્જન્સીને પાછી ખેચવાની રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે.  જોકે હવે આ નિર્ણયને રદ કર્યો છે. રાજપક્ષેએ ગેઝેટેડ નોટીફિકેશનમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સીને લગતો અધ્યાદેશ પાછો ખેંચવામાં આવે છે.1લી એપ્રિલ,2022ના રોજ દેશમાં ઇમર્જન્સી લાદવા માટે જે અધ્યાદેશ જાહેર કરવામાં આવ્યો હતો તે 05, એપ્રિલ,2022, મંગળવારની મધ્યરાત્રે સ્થગિત કરવા સાથે ઇમર્જન્સીને પાછી ખેંચવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું છે કે દેશમાં અગાઉ જે સ્થિતિ બગડી હતી તેને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી લાદવાનો નિર્ણય કર્યો હતો, પણ હવે આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપાક્ષેના નેતૃત્વમાં શ્રીલંકાના સત્તારૂઢ ગઠબંધનને મંગળવારે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે જ્યારે નવનિયુક્ત નાણાંમંત્રી અલી સાબરીએ તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધુ હતું. આ ઉપરાંત અનેક સાંસદોએ પણ સત્તારૂઢ ગઠબંધન છોડી દીધુ હતું.બીજી બાજુ આર્થિક સંકટના સમયમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

Read About Weather here

રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને પદ પરથી હટાવ્યા બાદ સાબરીની નિમણૂંક કરી હતી. બાસિલ એ સત્તારૂઢ શ્રીલંકા પોદુજાના પોરામુના (SLPP) ગઠબંધનની અંદર વિરોધનું મુખ્ય કારણ હતા.શ્રીલંકાની જમીની સ્થિતિ ઘણી ખરાબ હોવાની માહિતી મળી છે. હવે જ્યારે પ્રધાનમંત્રીના સંપૂર્ણ કેબિનેટે રાજીનામુ આપી દીધુ છે ત્યારે એવી શક્યતા દર્શાવાવમાં આવે છે કે શ્રીલંકામાં એક સર્વપક્ષિય સરકાર બની શકે છે,જ્યાં વિપક્ષના નેતાઓની પણ સક્રિય ભાગીદારી હોઈ શકે છે. મોંઘવારી અસહ્ય છે અને લોકોમાં ખૂબ જ નારાજગી છે. ડીઝલ તથા આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here