રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ
લગભગ 1 લાખ લોકો ફસાયેલા છે. જેઓને સલામત રીતે અન્યત્ર ખસેડવા માટે રેડ ક્રોસ સંસ્થા તૈયાર થઈ પરંતુ સ્થિતિ એવી છે કે તેની ટીમ મારિયુપોલ શહેરમાં પહોંચી શકી નથી. રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરો પર સતત એટેક કરીને વિનાશ સર્જ્યો છે. યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત પોર્ટ સિટી મારિયુપોલ આજે ખંડેર બની ગયું છે. અહીં શનિવારે રેડ ક્રોસની ટીમ મારિયુપોલમાં પ્રવેશવા માટે ફરીથી કોશિશ કરશે. ઈન્ટરનેશનલ કમિટી ફોર ધ રેડ ક્રોસ (ICRC)ની ટીમમાં 9 સભ્યો છે અને તેઓ ત્રણ વાહનોમાં મારિયુપોલ જવા કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.રશિયાના હુમલાનો જવાબ આપવા યુક્રેનના લશ્કરે રશિયાના એક શહેર ઉપર હુમલો કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે રશિયાના પશ્ચિમી શહેર બેલગોરોદના ગવર્નરે કહ્યું છે કે શુક્રવારે યુક્રેનના 2 હેલિકોપ્ટરે તેમને ત્યાં ઓઈલ ડેપો ઉપર એરસ્ટ્રાઈક કરી હતી. બીજી બાજુ યુક્રેને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં રશિયાના 17,700 સૈનિકો માર્યા ગયા છે, અને 143 ફાઈટર પ્લેન તથા 625 ટેન્કનો નાશ કરવામાં આવ્યો છે. મારિયુપોલના સિટી કાઉન્સિલનું કહેવું છે કે અત્યાર સુધીમાં શહેરમાં ફલાયેલા 2000 નાગરિકને બહાર કાઢવામાં આવ્યા છે.આ યુદ્ધમાં બન્ને દેશની સેના સાથે સામાન્ય લોકોને પણ જાન-માલનું ભારે નુકસાન થઈ રહ્યું છે.

યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 153 બાળકોના મોત થયા છે, જ્યારે 245 કરતાં વધારે બાળકો ઈજાગ્રસ્ત થયા છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન ઉપર હુમલાને ધ્યાનમાં રાખી ઈંધણની વધતી કિંમતોને ઓછી કરવા માટે આગામી છ મહિના સુધી દરરોજ 10 લાખ બેરલ ઓઈલ માર્કેટમાં ઠાલવવાની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગયા મહિને શરૂઆત થયેલા રશિયાના હુમલા બાદથી યુક્રેનમાં 50થી વધારે ઐતિહાસિક સ્થળ, ધાર્મિક ભવન અને સંગ્રહાલય સ્થળ, ધાર્મિક ભવન તથા સંગ્રહાલયનો સર્વનાશ થઈ ચુક્યો છે.

Read About Weather here

તેમા 29 ધાર્મિક સ્થળો, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલયો તથા ચાર સ્મારકોને નુકસાન પહોંચાડે છે.વ્હાઈટ હાઉસે કહ્યું કે યુક્રેનમાં સૈન્ય આક્રમણને લીધે રશિયા ઉપર અમેરિકા સહિત અને દેશો દ્વારા આર્થિક પ્રતિબંધ લાદવામાં આવતા કિંમતમાં વધારો થયો છે ત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here