રવિવારે દિવાસો એવ્રત-જીવ્રત જાગરણ, દશામાંનાં વ્રતનો પ્રારંભ

રવિવારે દિવાસો એવ્રત-જીવ્રત જાગરણ, દશામાંનાં વ્રતનો પ્રારંભ
રવિવારે દિવાસો એવ્રત-જીવ્રત જાગરણ, દશામાંનાં વ્રતનો પ્રારંભ

અષાઢ વદ અમાસને રવિવારે દિવાસો તથા એવ્રત-જીવ્રત જાગરણ છે. તથા આ દિવસે સવારે રવિપુષ્પામૃત યોગ તથા આ દિવસથી દશામાંના વ્રતનો પ્રારંભ થશે.

અષાઢ વદ અમાસને દિવાસો કહેવામાં આવે છે અને આ દિવસને દિવાસો એટલે સો પર્વનો વાસો એમ કહેવત પ્રમાણે કહેવામાં આવે છે.

એટલે કે દિવાસોથી લઇ અને દેવ દિવાળી સુધીનો ગાળો આશરે 100 દિવસનો થાય છે અને આ દિવસ એટલે ૧૦૦ તહેવાર એટલે જ કહેવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો.

Visit Saurashtra Kranti Homepage here

એવ્રત-જીવ્રત પરિણીત બહેનો કરે છે. ભગવાન શંકર-પાર્વતીનું પૂજન કરે છે. આ વ્રત સંતાનની રક્ષા માટે અને પતિની રક્ષા માટે કરે છે. રવિવારે સવારનાં ૬-૨૩ થી ૯-૧૯ સુધી રવિપુષ્પામૃત યોગી છે. અમાસ હોવાથી પૂજા, જપ, તપ માટે શ્રેષ્ઠ ગણાશે. નવી કોઈ ખરીદી કરવી નહિ.

દશામાંનાં વ્રતની શરૂઆત પણ રવિવારથી થશે. આ વ્રત દશ દિવસ ચાલે છે. સ્વચ્છ પાટલા ઉપર અથવા બાજોટ ઉપર દશામાનું સ્થાપન કરવું, બાજુમાં કળશની સ્થાપના કરવી, કળશ ઉપર દશ ગાંઠ વાળીને કળશને વીંટળવા ધૂપ-દિપ કરવા. દશ-દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું . દરરોજ દશામાંના નામની માળા જપ કરવા માતાજીનું પૂજન કરવું.

Read About Weather here

આમ, દશ દિવસ સુધી પૂજન કરવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. રિધ્ધિ-સિધ્ધીની પ્રાપ્તિ થાય છે. સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે. ગ્રહોનું નળતળ દૂર થાય છે. અશુભ ગ્રહોની પીડા દૂર થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here