મોરબીમાં રૂ.40 કરોડના ખર્ચે નવી કોર્ટ બનાવાશે

મોરબીમાં રૂ.40 કરોડના ખર્ચે નવી કોર્ટ બનાવાશે
મોરબીમાં રૂ.40 કરોડના ખર્ચે નવી કોર્ટ બનાવાશે

મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જનતાને અનેક વિકાસ કામોની ભેટ
નટરાજ ફાટક ઉપર રૂ.80 કરોડના ખર્ચે ઓવર બ્રિજ, મહેન્દ્રનગર ચોકડી પાસે રૂ. 80 કરોડના ખર્ચે ફલાયઓવર, રૂ.25 કરોડના ખર્ચે સ્ટાફ કવાટર્સ બનાવાશે

રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેકવિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે તાકિદની સમીક્ષા બેઠક યોજી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર, નાયબ કાર્યપાલક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીએ મેળવી હતી. આ રોડને મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક અને પટ્ટા કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ આ માર્ગ રૂ. 118.09 કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીએ અધિકારીઓને આપી હતી. મોરબીના નટરાજ ફાટક ઉપર રૂ.80 કરોડના ખર્ચે ઓવર બ્રીજ અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.80 કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું.

Read About Weather here

આ ઉપરાંત રૂ.25 કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ રૂ.40 કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને ફોલોઅપ પણ મેળવવામાં આવી રહ્યું છે તેમ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here