રૂ.6 લાખના ચેક રીટર્ન કેસમાં ખોડિયાર કન્સ્ટ્રકશન વિશાલ ચૌહાણને એક વર્ષની સજા ફરમાતી અદાલત

રૂ.6 લાખના ચેક રીટર્ન કેસમાં ખોડિયાર કન્સ્ટ્રકશન વિશાલ ચૌહાણને એક વર્ષની સજા ફરમાતી અદાલત
રૂ.6 લાખના ચેક રીટર્ન કેસમાં ખોડિયાર કન્સ્ટ્રકશન વિશાલ ચૌહાણને એક વર્ષની સજા ફરમાતી અદાલત

રાજકોટમાં ખોડીયાર કંસ્ટ્રકશનના નામે ધંધો કરતા વિશાલ અશોકભાઈ ચૌહાણે તેના જ મીત્ર ફરીયાદી મનસુખ વશરામભાઈ કતબા પાસેથી લીધેલ રકમ રૂા.6,00,000/- પરત કરવા ઈશ્યુ કરી આપેલ ચેક રીર્ટન થતા દાખલ થયેલ કેસ ચાલી જતા રાજકોટના એડી.ચીફ.જયુડી મેજી.એ આરોપી વિશાલ ચૌહાણને એક વર્ષની સજા તથા રકમ રૂા.6,00,000 / – ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવા અને તે વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો આપવામા આવેલ છે.

રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ હોવાનું પુરવાર થતું નથી.

Visit Saurashtra Kranti Homepage here

ફરીયાદીએ એન.આઈ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી , તે રીતે ફરીયાદપક્ષે પોતાનો કેસ કાયદાની જોગવાઈ મુજબ પુરવાર કરેલનું માની ખોડીયાર કંન્ટ્રકશન વાળા વિશાલ ચૌહાણને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમનું વળતર ફરીયાદીને એક માસમાં ચુકવી આપવા હુકમ કરી સમય મર્યાદામાં વળતર ન ચુકવ્યે વધુ છ માસની સજા ફરમાવતો સીમા ચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.

Read About Weather here

આ કામમાં ફરીયાદી મનસુખ તબા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ , ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here