મેચ જ છોડી દીધી…!

મેચ જ છોડી દીધી...!
મેચ જ છોડી દીધી...!

52 વર્ષ જૂનો જીન સળવળ્યો…!

તેથી જ્યારે તે પ્લેઈંગ-11થી બહાર થયો તો કેપ્ટન તેંબા બાઉમાને ટોસ સમયે પૂછવામાં આવ્યું કે આવું કેમ? બઉમાનો જવાબ ચોંકાવનારો હતો. તેને કહ્યું કે ડિકૉક પર્સનલ રીઝનના કારણે ટીમમાંથી બહાર છે.

Visit Saurashtra Kranti Homepage here

રીઝન એવું છે જેમાં અમે દરમિયાનગીરી ન કરી શકીએ. ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્લિન્ટન ડિકૉક રમ્યો ન હતો. આ ચોંકાવનારી વાત છે, કેમકે ડિકૉક સાઉથ આફ્રિકાની ટીમનો સૌથી મહત્વનો બેટ્સમેન છે, અને તે ફુલ ફોર્મમાં પણ છે.

આ પર્સનલ રીઝનની કડી ગત મેચ સાથે જોડતા સાઉથ આફ્રિકા ક્રિકેટના 52 વર્ષ જૂનાં ઈતિહાસ સુધી જાય છે. આજે અમે આ સમગ્ર મામલાની આઠેય કડીઓ જોડી રહ્યાં છીએ. હકિકતમાં સાઉથ આફ્રિકાની ટીમમાં 52 વર્ષ જૂનો કાળા-ધોળાનો જીન જાગી ગયો છે.

જો તમને યાદ હોય તો ભારત-પાકિસ્તાનની મેચ પહેલા બંને ટીમોએ બ્લેક લાઈવ્સ મેટર્સને સપોર્ટ કર્યું હતું. ભારતીય ટીમ ગોઠણ પર બેસીને ઝુક્યા હતા અને પાકિસ્તાની ખેલાડીઓએ હ્દય પર હાથ રાખ્યો હતો.

આવો નઝારો આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા પણ જોવા મળ્યો હતો. ત્યારે મોટી વાત એ જોવા મળી કે જ્યારે આખી ટીમ ગોઠણ પર બેઠી તો કીપર ડિકૉક કમર પર હાથ રાખીને ઊભો હતો. તેને કોઈ પ્રતિક્રિયા પણ જાહેર કરી ન હતી.

હકિકતમાં અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ એક શ્વેત પોલીસકર્મીના હાથે માર્યો ગયો હતો તે બાદ વિશ્વભરમાં બ્લેક લાઈવ્સ મેટર મુવમેન્ટ ચાલી રહી છે. આ મુદ્દે પણ સાઉથ આફ્રિકા બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું.

આ ટ્રેન્ડ ત્યાંની ટીમમાં જોવા મળી રહ્યો છે. કેટલાંક ખેલાડી મેચ પહેલા ગોઠણ પર બેસીને આ મુવમેન્ટને સપોર્ટ આપી રહ્યાં છે. તો કેટલાંક ખેલાડી (મોટા ભાગે શ્વેત) ઘુંટણ પર બેસવાનો ઈનકાર કરી રહ્યાં છે.

ડિકૉકના વર્તનને લઈને સાઉથ આફ્રિકી બોર્ડે તેને જોરદાર ફટકાર લગાવી છે. જો કે એમ કહ્યું કે હવે તમામ ખેલાડીઓએ આ રીતે પોતાનો સપોર્ટ આપવો જ પડશે.

બોર્ડે પાઠ ભણાવવા માટે ડિકૉકને વર્લ્ડકપની મેચમાંથી બહાર કર્યો, બોર્ડની ફટકાર બાદ અચાનક ડિકૉકે વર્લ્ડકપની મેચમાંથી પોતાને દૂર કરી દીધો. ડિકૉકે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ મેચ ન રમી. જો કે મેચ સાઉથ આફ્રિકા જ જીત્યું છે.

સાઉથ આફ્રિકા બોર્ડના પ્રયાસ હોય છે કે પ્લેઈંગ-11માં સામેલ 11 ખેલાડીઓમાંથી ઓછામાં ઓછા 5 અશ્વેત ખેલાડીઓને જરૂરથી સામેલ કરવામાં આવે. ત્યાંના અનેક શ્વેત ખેલાડી અને રાજનેતા આ પગલાંનો વિરોધ કરી રહ્યાં છે. ફાફ ડુપ્લેસિસે પણ મુદ્દાને લઈને પોતાને વર્લ્ડ કપમાંથી દૂર કરી લીધો છે.

સાઉથ આફ્રિકામાં રંગભેદ લાંબા સમય સુધી સરકારી પોલિસીનો ભાગ રહ્યો છે. દેશમાં અશ્વેત લોકોની બહુમતી છે તેમ છતાં ત્યાંની સિસ્ટમમાં તેઓને પૂરાં અધિકારો નથી મળતા. સાઉથ આફ્રિકાની ટીમમાં કોઈ અશ્વેત ખેલાડીની પસંદગી થતી ન હતી.

એટલું જ નહીં જો કોઈ વિરોધી ટીમમાં એકપણ અશ્વેત ખેલાડી સામેલ થતો તો સાઉથ આફ્રિકા તેની સાથે રમતું ન હતું.

છઠ્ઠી કડીઃ ઈંગ્લેન્ડનની ટીમમાં 1 અશ્વેત સામેલ થયો તો સાઉથ આફ્રિકા ન રમ્યું. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ ટેસ્ટ રમનાર સાઉથ આફ્રિકા ત્રીજો દેશ બન્યો હતો. પરંતુ તેમની ટીમ ભારત, પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ રમતા ન હતા.

તેઓ માત્ર ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે જ રમતા હતા. 1968-69માં સાઉથ આફ્રિકા સામે પસંદ થયેલી ઈંગ્લેન્ડનની ટીમમાં 1 અશ્વેત ખેલાડી ડી ઓલિવરાનું સિલેક્શન થયું. જેના વિરોધમાં સાઉથ આફ્રિકાએ સીરીઝ રમવાનો ઈનકાર કરી દીધો હતો.

ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ સીરીઝ બચાવવા માટે ઓલિવરાને બહાર કરવા તૈયાર થઈ ગયું. પરંતુ વેસ્ટઈન્ડિઝ અને ભારતના જોરદાર વિરોધને કારણે તેઓએ પોતાના સ્ટેપ પરત લેવો પડ્યો. જે બાદ ICCએ રંગભેદની નીતિઓ અપનાવનાર સાઉથ આફ્રિક પર 22 વર્ષનો પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો.

ક્રિકેટમાં સાઉથ આફ્રિકાનો વનવાસ 1991માં સમાપ્ત થયો. જે બાદ ત્યાંની ટીમે ક્લાઈવ રાઈસની કેપ્ટનશિપમાં સૌથી પહેલાં ભારત રમવા આવ્યા. ત્રણ વનડે મેચની સીરીઝમાં ભારતે તેઓને 2-1થી હરાવ્યા હતા.

Read About Weather here

બેરી રિચડ્સ ત્યારે જોરદાર બેટ્સમેન હતો, ક્લાઈવ રાઈસને કપિલ દેવની જેમ ઓલરાઉન્ડ ગણવામાં આવતો હતો. પરંતુ 22 વર્ષના પ્રતિબંધને કારણે આ ખેલાડીના કરિયર બરબાદ થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here