મૃતદેહને જીવતો કરવા કબર પાસે જૂમી મહિલાઓ

મૃતદેહને જીવતો કરવા કબર પાસે જૂમી મહિલાઓ
મૃતદેહને જીવતો કરવા કબર પાસે જૂમી મહિલાઓ
છેલ્લા બે દિવસથી અહીં એક મૃત યુવકને જીવતો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બિહારના ગયાના નક્સલ પ્રભાવિત આમસ પ્રખંડના બભનડીહ હાલ ચર્ચામાં છે.એ માટે યુવકની કબરની આસપાસ કેટલીક મહિલાઓ ભજન-કીર્તન કરે છે. એટલું જ નહીં, ઝૂમે પણ છે. મહિલાઓનો દાવો છે કે ત્રીજા દિવસે કિશોર ફરી જીવતો થઈ જશે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની કોઈ માહિતી મળી જ નથી.

Visit Saurashtra Kranti Homepage here

મૃતદેહને જીવતો કરવા કબર પાસે જૂમી મહિલાઓ મૃતદેહ

બભનડીહ ગામનો રહેવાસી કૌલેશ્વર યાદવનો પુત્ર રંજન કુમાર (12) તાડના ઝાડ પરથી રવિવારે પડી ગયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. મોત પછી ગામના સ્મશાન ઘાટમાં કબર ખોદીને મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. પરિવારે સ્મશાન ઘાટથી પરત ફરી રહ્યાં હતા. આ વચ્ચે કેટલીક મહિલાઓ ત્યાં ઝૂમતી આવી પહોંચી. તેમણે દાવો કર્યો કે તેઓ યુવકને જીવિત કરી દેશે. એ બાદ ત્યાં અંધવિશ્વાસની રમત શરૂ થઈ ગઈ.પરિવારના લોકો પણ કબરની આજુબાજુ બેસી ગયા અને મહિલાઓ ત્યાં ભજન-કીર્તનમાં વ્યસ્ત થઈ ગઈ.

મૃતદેહને જીવતો કરવા કબર પાસે જૂમી મહિલાઓ મૃતદેહ

Read About Weather here

મહિલાઓએ એક ધાર્મિક ગ્રંથ પણ કબરની ઉપર રાખી દીધો. સ્મશાન ઘાટ અને તે કબરની પાસે નવા ચહેરાઓને ફરકવા પણ દેવામાં આવતા ન હતા. મૃતકના પિતા અને પરિવારના લોકો કોઈની સાથે વાત કરવા માટે પણ તૈયાર ન હતા. આ અંગે વાત કરવી છે એવું સાંભળતાં જ તેઓ ગુસ્સે થઈ જતા હતા. એ બાદ યુવક જીવતો થઈ જશે.આ મહિલાઓનું એમ પણ કહેવું છે કે ભજન-કીર્તન આગામી કેટલાક દિવસ સુધી સતત ચાલશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here