મુન્દ્રા બંદરે પાકિસ્તાનનાં જહાજમાંથી રેડિયો એક્ટીવ પદાર્થનો જથ્થો કબ્જે

મુન્દ્રા બંદરે પાકિસ્તાનનાં જહાજમાંથી રેડિયો એક્ટીવ પદાર્થનો જથ્થો કબ્જે
મુન્દ્રા બંદરે પાકિસ્તાનનાં જહાજમાંથી રેડિયો એક્ટીવ પદાર્થનો જથ્થો કબ્જે

કરાંચી બંદરેથી જહાજ ચીનનાં શાંઘાઈ જઈ રહ્યું હતું: સામાનની નોંધ બિનહાનીપ્રદ પદાર્થ રૂપે કરાઈ હતી: ડીઆરઆઈ નાં ઓપરેશનને મહત્વની સફળતા

પાકિસ્તાનથી ચીન જઈ રહેલા એક જહાજને અટકાવીને ક્ધટેનરની તપાસ કરવામાં આવતા હાનિકારક રેડિયો એક્ટીવ પદાર્થનો જથ્થો મળી આવ્યો હોવાનો અદાણી પોર્ટનાં સુત્રોએ જણાવ્યું હતું. .

Visit Saurashtra Kranti Homepage here

ડીઆરઆઈ અને કસ્ટમની ટીમોએ જહાજમાં ઊંડી તપાસ કરીને રેડિયો એક્ટીવ પદાર્થ ભરેલા મનાતા સંખ્યાબંધ ક્ધટેનર કબ્જે લીધા હતા. પાકિસ્તાનનાં કરાંચી બંદરેથી જહાજ ચીનનાં શાંઘાઈ બંદરે જઈ રહ્યું હતું.

અદાણી કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે જહાજ મુન્દ્રા આવવાનું ન હતું પણ ચીન તરફ જવાનું હતું. ક્ધટેનરનો માલ-સામાન બિનહાનિકારક પદાર્થ તરીકે નોંધવામાં આવેલો હતો.

પરંતુ તપાસબાદ ક્લાસ-7 માર્કિંગનો પદાર્થ દેખાયો હતો. જે રેડિયો એક્ટીવ પદાર્થ તરફ સંકેત કરે છે. કસ્ટમ અને ડીઆરઆઈ ની ટીમોને સંખ્યાબંધ ક્ધટેનર કબ્જે લઇ લીધા છે અને મુન્દ્રા પોર્ટ પર ઉતારીને વધુ સઘન ચકાસણી કરવામાં આવી રહી છે..

Read About Weather here

અદાણી પોર્ટનાં સંચાલકોએ જણાવ્યું હતું કે, અમે તમામ પ્રકારની સહાય આપી છે અને ઝડપી તથા સંકલિત કાર્યવાહી માટે અમે બંને એજન્સીનાં આભારી છીએ. દેશની સુરક્ષા માટે કોઈપણ પ્રકારનાં ઓપરેશનનાં અદાણી પોર્ટ તમામ મદદ કરવા તૈયાર છે તેમાં કોઈ બાંધછોડ થશે નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here