‘સાન’ માં સમજાવી દેતા મહાશય પાટીલ…!

‘સાન’ માં સમજાવી દેતા મહાશય પાટીલ…!
‘સાન’ માં સમજાવી દેતા મહાશય પાટીલ…!
ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકોટમાં એક દિવસની ટૂંકી મુલાકાત માટે આગમન થયું. ત્યારે જોવા મળેલા દ્રશ્યો અનેક પ્રકારનાં રાજકીય સંકેતો આપતા હોય એ પ્રકારનાં જણાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સૌથી વધુ ઉડીને આંખે વળગે એવી હકીકત એ જોવા મળી હતી કે રાજકોટ ભાજપમાં સર્જાયેલા વિખ્વાદ અને જૂથવાદનાં લીસોટા ભૂંસી શકાયા ન હતા બલ્કે સ્વાગત વખતે પણ જોવા મળ્યા હતા.

સ્વાગત વિધિમાં ઉત્સાહ ઓછો પરંતુ ઔપચારિકતા વધુ જોવા મળી. જે તસ્વીરો પરથી અનુભવી શકાય છે. પ્રદેશ પ્રમુખ પાટીલે પણ સૌને સાનમાં સમજાવી દીધા હોય એવું અભિપ્રેત થતું હતું.

રાબેતા મુજબ એરપોર્ટ પર સ્વાગત ભવ્ય કરાયું. શહેર ભાજપ દ્વારા રાજમાર્ગો પર પાટીલને આવકારવા માટેનાં વિશાળકાય બેનર લગાવવામાં આવ્યા હતા. છતાં કશુંક ખુંટતુ હોય એવો અહેસાસ જરૂર થતો હતો. જુના-નવા કાર્યકરોનો જમાવડો પણ હતો.

કોઈ બે તો કોઈ ત્રણનાં ગ્રુપમાં મળીને પોતપોતાના રાજકીય ભવિષ્યની ચર્ચા કરતા દેખાયા હતા. એક સ્થળે સાંસદ સાથે શહેર પ્રમુખ ઊંડી ચર્ચા કરતા દેખાયા હતા.

Read About Weather here

કાર્યક્રમમાં એક સ્પષ્ટ બન્યું હતું કે દરેક સ્થાનિક નેતાનાં ચહેરા પર ચિંતાની લકીરો અલગ જ તરી આવતી હતી. સી.આર.પાટીલે ભલે સબ સલામતની ઘંટડી વગાડી પણ નેતાઓના ઉતરી ગયેલા ચહેરા એવો સંકેત આપી રહ્યા હતા કે જરૂર કંઇક નવા-જૂની થશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here