મુખ્યમંત્રીની પ્રેરણાથી રાજયભરમાં ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભીયાન શરૂ

મુખ્યમંત્રીની પ્રેરણાથી રાજયભરમાં ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભીયાન શરૂ
મુખ્યમંત્રીની પ્રેરણાથી રાજયભરમાં ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભીયાન શરૂ

પક્ષીઓના આવન-જાવન સમયે પતંગ ન ઉડાડવા રાજકોટ કલેકટરની અપીલ
રાજયભરમાં 700 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 620 થી વધુ તબીબો 6 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’માં સહભાગી થશે: ઘવાયેલા પક્ષીઓની જરૂરી અદ્યતન સારવાર જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ કરાશે: તાત્કાલિક સારવાર રેસ્કયુ કાટે કરૂણા એમ્બ્યુલન્સ-1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીક ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નં.0281-24715739 ટોલ ફી નં.1077 પર સંપર્ક કરવા વિનંતી
મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા 9 વિશેષ ત્રિદિવસીય કંટ્રોલ રૂમ ખોલાશે, આણંદ, જુનાગઢ, મુંબઇ વેટરનરી કોલેજના વેટરનરી ડોકટરો સહીત 35 ડોકટરો, 30 પેરામેડીકલ તબીબી સ્ટાફ, 100 કાર્યકર્તાઓ ખડેપગે સેવા અપાશે

ઉત્તરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા ભુપેન્દ્રભાઇ પટેલની પ્રરેણાથી સમગ્ર રાજયમાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી સમગ્ર રાજયમાં યોજાશે.આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જીવો જીવવા દો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઇટ પર કાર્યરત કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. આગામી ઉતરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે 700 થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, કર 0 થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન પોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે . પાછલા પંથા વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર સૌને અપીલ કરી છે. પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ્ધ બનાવો બનતા હોય છે. આવા નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય

સરકાર દ્વારા છેલ્લા થોડા વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરાયું છે. તા.20-1 સુધી અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લાના કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ , શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી , વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો , વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે.

રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા.10 થી તા.20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓની નિ:શૂલ્ક સારવાર માટે કાર્યરત રહેશે.કરૂણા અભિયાન અને હેલ્પલાઇન નંબર (1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નંબર:-0281-2471573, ટોલ ફ્રી નં: 1077)નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે.

Read About Weather here

જિલ્લામાં આવેલ તમમ પશુ ચિકિત્સકો, (સરકારી તેમજ અન્ય ખાનગી)ની ટીમો બનાવીને પશુ દવાખાનામાં સતત કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
ચાઈનીઝ દોરા, ચાઈનીઝ તુક્કલ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં આવશે. આગામી મકરસંક્રાંતિપર્વ નિમિતે જઙઈઅ અને જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકા સ્તરના 20થી વધુ પશુ દવાખાનામાં 30થી વધુ વેટરનરી ડોકતરોની ટીમ હાજર રહેશે અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર-સુક્ષુષા કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here